મોદી ભાજપની નવી ટીમને મળ્યા, સંગઠન વધુ મજબૂત બનાવવા પર ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની નવી ટીમમાં સામેલ થયેલા નેતાઓની મુલાકાત કરી હતી. સાથે જ તમામની સાથે એક તસવીર પણ ખેંચાવી હતી. બેઠક બાદ મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે સંગઠનાત્મક બેઠકો નવા વિચારો અને દ્રષ્ટીકોણ પર કેન્દ્રિત છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે પક્ષની નવી ટીમના નેતાઓને મળીને ઘણો જ આનંદ થયો, નવા વિચારો, નવા દ્રષ્ટીકોણથી સંગઠનો મજબુત બનતા હોય છે. જે પણ નેતાઓ બેઠકમાં સામેલ હતા તેમાં ભાજપના નવા ઉપપ્રમુખો રામ માધવ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, જનરલ સેક્રેટરી સ્મૃતિ ઇરાની, પૂર્વ કેન્દ્રીય મંત્રી બિપલબ દેબ, પિયુષ ગોયલ વગેરે હાજર રહ્યા હતા. ભાજપના અધ્યક્ષ નિતિન નવીનની નવી ટીમમાં કુલ ૬૫ પદાધિકારીઓ સામેલ છે જેમાં ૫૧ નવા ચેહરાને સ્થાન આપવામાં આવ્યું છે.
બીજી તરફ પક્ષના સુત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં મુખ્યત્વે આગામી રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પર ધ્યાન આપવામાં આવ્યું હતું. લોકો વચ્ચે સરકારની કામગીરીના વખાણ કરવા તેમજ પક્ષને સ્થાનિક લેવલેથી જ વધુ મજબૂત બનાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા એક્સ પર ભાજપે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંગઠનને વધુ મજબુત બનાવવા માટે પક્ષની નવી ટીમના સભ્યોની સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે ચર્ચા કરી હતી.









