Get The App

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી, 20,665 કરોડનો થશે ખર્ચ

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી, 20,665 કરોડનો થશે ખર્ચ 1 - image


Modi Cabinet Briefing: કેન્દ્રીય કેબિનેટની આજની બેઠકમાં 4 મહત્ત્વના નિર્ણય લેવાયા છે. અમદાવાદ (સરખેજ)થી ધોલેરા વચ્ચે સેમિ હાઈ સ્પીડ ડબલ-લાઇન રેલ પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી અપાઈ છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપેલી માહિતી મુજબ સરકારે કેબિનેટ બેઠકમાં કુલ રૂપિયા 3,18,165 કરોડની મહત્ત્વની યોજનાઓને મંજૂરી અપાઈ છે. 

અમદાવાદ-ધોલેરા સેમિ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટની મંજૂરી

ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. ધોલેરામાં ભારતનો પ્રથમ સેમિ કન્ડક્ટર પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે અને તેને એક વિશાળ ઇન્ડસ્ટ્રિયલ હબ તરીકે વિકસાવાઈ રહ્યું છે. ત્યારે આજે કેબિનેટ બેઠકમાં સેમિ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે. જેની પાછળ અંદાજે રૂ. 20,665 કરોડનો ખર્ચ કરાશે. આ પ્રોજેક્ટથી ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી ઝડપી બનશે, જે સેમિ કન્ડક્ટર ઉદ્યોગ અને સ્થાનિક વેપાર માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

ખરીફ પાક માટે ટેકાના ભાવનું બજેટ 

કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે થકી વર્ષ 2026-27ની સિઝન માટે ખરીફ પાકના લઘુતમ ટેકાના ભાવ (MSP) પેટે રૂપિયા 2,60,000 કરોડ ફાળવવામાં આવ્યા છે.

કોલ ગેસિફિકેશન સ્કીમ મંજૂર 

દેશને ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા માટે રૂપિયા 37,500 કરોડની કોલ ગેસિફિકેશન યોજનાને મંજૂરી અપાઈ છે.

નાગપુર એરપોર્ટનું અપગ્રેડેશન 

નાગપુર ઇન્ટરનેશનલ એરપોર્ટના અપગ્રેડેશન માટે મહત્ત્વનો પોલિસી નિર્ણય લેવામાં આવ્યો છે.