India

ઘરમાં ઘૂસીને ચપ્પાના ઘા ઝીંકી મોડેલની હત્યા, એકતરફી પ્રેમમાં પાગલ જિમ ટ્રેનર આરોપી

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ દિલ્હીના તિલક નગરમાં એક મોડેલ યુવતી મુસ્કાનની ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આરોપી જીમ ટ્રેનર ઈમરાને મુસ્કાન ઘરે એકલી હતી ત્યારે હુમલો કર્યો હતો. મુસ્કાન પાર્ટ ટાઈમ મોડેલિંગ કરતી હતી. ઈમરાન તેને લાંબા સમયથી હેરાન કરતો હતો. પોલીસે CCTV ફૂટેજ આધારે તપાસ શરૂ કરી, આરોપી ફરાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘરમાં ઘૂસીને ચપ્પાના ઘા ઝીંકી મોડેલની હત્યા, એકતરફી પ્રેમમાં પાગલ જિમ ટ્રેનર આરોપી

Delhi Model Murder Case: પશ્ચિમ દિલ્હીના તિલક નગર વિસ્તારમાંથી એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. ઘરમાં એકલી રહેતી યુવતી પર અજાણ્યા હુમલાખોરે તાબડતોડ ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એકતરફી પ્રેમમાં પાગલ જિમ ટ્રેનરે આ હત્યાકાંડને અંજામ આપ્યો છે.

ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટના સમયે યુવતી ઘરે બિલકુલ એકલી હતી. આ જ વાતનો ફાયદો ઉઠાવીને આરોપી ઘરની અંદર ઘૂસી ગયો અને યુવતી પર ચપ્પાથી તાબડતોડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી.

પ્રારંભિક તપાસમાં આ ઘટનામાં એક જીમ ટ્રેનરનું નામ સામે આવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, આરોપી યુવતીને છેલ્લા કેટલાક સમયથી ઓળખતો હતો. તેણે તેના પર હુમલો કર્યો અને ઘટનાસ્થળેથી ભાગી ગયો.

પાર્ટ ટાઈમ મોડલિંગ કરતી હતી મુસ્કાન

મૃતક યુવતીનું નામ મુસ્કાન છે. તે સ્ટુડન્ટ પણ હતી અને પાર્ટ ટાઈમ મોડલિંગ કરતી હતી. પરિવારના નજીકના લોકોના જણાવ્યા મુજબ ઈમરાન નામના યુવકે આ ક્રૂર હત્યાકાંડને અંજામ આપ્યો છે. મુસ્કાનના ભાઈ આકાશે પોલીસ અને પરિવારના લોકોને જણાવ્યું કે ઈમરાને મુસ્કાનને ચપ્પાના ઘા ઝીંક્યા.

મિત્રએ જણાવી આખી ઘટના

મૃતકના મિત્ર અમને મીડિયાને જણાવ્યું કે, 'આ લોકો ત્રણ બહેનો છે અને એક નાનો ભાઈ છે. આ ત્રણેય મારા મિત્રો છે. એમની મોટી બહેન ચંડીગઢમાં છે, તેમણે મને ફોન કરીને કહ્યું કે તું તાત્કાલિક ઘરે જા, મુસ્કાનને કોઈએ ચપ્પુ મારી દીધું છે. હું પહોંચ્યો ત્યાં સુધીમાં એમ્બ્યુલન્સ આવી ચૂકી હતી. પછી હું પાછળ-પાછળ ગયો.'

મુસ્કાનને હેરાન કરતો હતો ઈમરાન

અમણે આગળ જણાવ્યું કે, મુસ્કાન ત્રણ બહેનોમાં સૌથી નાની હતી અને અણપરિણિત હતી. ઈમરાન નામનો એક છોકરો હતો, જે લાંબા સમયથી તેની પાછળ પડ્યો હતો, મને તેમની બહેન દ્વારા ખબર પડી હતી. તે તેને હેરાન કરતો હતો અને પહેલા પણ આવું કરી ચૂક્યો છે. હવે આવું થયું તો સીધી તેના પર જ શંકા ગઈ.'

અમને એવો પણ દાવો કર્યો કે, આરોપી ઈમરાન લગભગ 5:40 વાગ્યે તેના ઘરમાં ઘૂસ્યો હતો. CCTVમાં મુસ્કાનના ભાઈ આકાશે તેની ઓળખ પણ કરી લીધી છે.

CCTV તપાસી રહી છે પોલીસ

આકાશે જણાવ્યું કે, મુસ્કાન જે જિમમાં જતી હતી, ઈમરાન તે જિમનો ટ્રેનર હતો. હવે પોલીસ ઈમરાનની શોધખોળમાં લાગી ગઈ છે. પોલીસે જણાવ્યું કે, આરોપી હાલ ફરાર છે અને તેને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે પોલીસ આ મામલાની તપાસ માટે CCTV તપાસી રહી છે અને હત્યા પાછળનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહી છે.