નીતિન ગડકરી અને ઈથેનોલ અંગે ભ્રામક બોલવું ભારે પડયું, 4 જાણીતા ઈન્ફ્લુએન્સર્સની વધી મુશ્કેલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

FIR Against Influencers For Misinformation : કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરી, ટોયોટા કંપની અને ઈથેનોલ પ્રોજેક્ટ અંગે સોશિયલ મીડિયા પર કથિત રીતે ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં નાગપુર શહેર સાયબર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ મામલે 4 જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સામે FIR દાખલ કરી છે.
આ ઈન્ફ્લુએન્સર્સ સામે ગુનો દાખલ થયો
નાગપુર ભાજપ સોશિયલ મીડિયા સેલના પ્રમુખ શિશિર ત્રિપાઠીની ફરિયાદના આધારે પોલીસે આ ગુનો નોંધ્યો છે. જેમાં પ્રખ્યાત યુટ્યુબર મનીષ કશ્યપ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર્સ 'દેશી બોયઝ', હર્ષિત રાઠી અને અંકલેશ ઈનવાતે નામના એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે.
વિડીયો અને પોસ્ટ દ્વારા ભ્રમ ફેલાવવાનો આરોપ
FIR મુજબ, આ તમામ ઈન્ફ્લુએન્સર્સે પોતાના યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઈથેનોલ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લઈને એવા વિડીયો અને પોસ્ટ શેર કર્યા હતા, જેમાં ભ્રામક અને તથ્ય વગરની વાતો લખવામાં આવી હતી. આ વાયરલ સામગ્રીથી લોકોમાં ખોટો ભ્રમ પેદા થવાની અને સરકારની છબી ખરડાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
કોઈ પણ પુરાવા વગર દાવા કર્યા
ફરિયાદમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ઈથેનોલ પ્રોજેક્ટ સાથે જોડાયેલા મોટા-મોટા દાવા કોઈપણ પુરાવા કે સચોટ માહિતી વગર રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ નીતિન ગડકરીને લઈને પણ ખોટી વાતો ફેલાવવામાં આવી હોવાથી તેના પુરાવા તરીકે વિડીયો અને પોસ્ટની લિંક્સ પણ પોલીસને સોંપવામાં આવી છે.
આ કલમો હેઠળ પોલીસ તપાસ શરૂ
નાગપુર સાયબર પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ સોશિયલ મીડિયા પર શેર કરાયેલી આ સામગ્રીની સત્યતા અને તેની સમાજ પર થયેલી અસરની તપાસ કરી રહી છે.









