India

પહલગામ જેવો મામલો ! ધર્મ પૂછ્યો, પછી કલમા પઢવાની ના પાડતાં સુરક્ષા ગાર્ડસને ચપ્પુ ઝીંક્યા, આતંકી ષડયંત્રની આશંકા

By GS TEAM
28 Apr 20262 mins read
TukuTouch Logo
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ-2025ના રોજ આતંકવાદી હુમલો થયો હતો, જેમાં આતંકીઓએ પ્રવાસીઓને ધર્મ પૂછ્યા બાદ કલમા પઢવા દબાણ કર્યું હતું. જેઓ પઢી શકતા ન હતા તેમને ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટનામાં 27 નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે હવે મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં પહલગામ જેવો મામલો સામે આવ્યો છે. મીરા રોડ વિસ્તારમાં સોમવારે એક શખસે બે સુરક્ષા ગાર્ડ પર ચાકુથી હુમલો કરવાની ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પહલગામ જેવો મામલો ! ધર્મ પૂછ્યો, પછી કલમા પઢવાની ના પાડતાં સુરક્ષા ગાર્ડસને ચપ્પુ ઝીંક્યા, આતંકી ષડયંત્રની આશંકા

Mira Road Stabbing : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ-2025ના રોજ આતંકવાદી હુમલો થયો હતો, જેમાં આતંકીઓએ પ્રવાસીઓને ધર્મ પૂછ્યા બાદ કલમા પઢવા દબાણ કર્યું હતું. જેઓ પઢી શકતા ન હતા તેમને ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટનામાં 27 નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે હવે મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં પહલગામ જેવો મામલો સામે આવ્યો છે. મીરા રોડ વિસ્તારમાં સોમવારે એક શખ્સે બે સુરક્ષા ગાર્ડ પર ચાકુથી હુમલો કરવાની ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

હુમલાખોરે પહેલા ધર્મ પૂછ્યો, પછી કલમા પઢવા દબાણ કર્યું

મીડિયા રિપોર્ટ મુજબ, હુમલાખોરે મીરા રોડના નવા નગર વિસ્તારમાં બે સુરક્ષા કર્મચારીઓને પહેલા ધર્મ પૂછ્યો અને કલમા પઢવા માટે દબાણ કર્યું હતું. તેઓએ પઢવાનો ઇન્કાર કરતાં હુમલાખોરે ચાકુથી ક્રૂરતાપૂર્વક તેઓ પર હુમલો કર્યો હતો. બંને સુરક્ષા ગાર્ડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હુમલાખોરે ધર્મ અને કલમાનું દબાણ કરીને કરેલો આ હુમલો પહલગામ આતંકી હુમલા જેવો કહેવાય છે, જેના કારણે આ ઘટના વધુ સંવેદનશીલ બની ગઈ છે. પોલીસે 31 વર્ષીય હુમલાખોર જૈબ જુબૈર અંસારીની ધરપકડ કરી લીધી છે, જોકે આ ઘટનાએ કાયદો-વ્યવસ્થા, સાંપ્રદાયિક સૌહર્દ અને સુરક્ષા પર અનેક સવાલો ઊભા કરી દીધા છે.

આ પણ વાંચો : દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ! 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ, ISI કનેક્શનની તપાસ

કલમા પઢવાનું દબાણ કરાયું : ભાજપ નેતાનો દાવો

આ હુમલાને લઈને રાજકીય પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે, નવા નગર વિસ્તારમાં નવા ષડયંત્ર અને જેહાદ જેવી પ્રવૃત્તિઓ વધી રહી છે. હુમલાખોરે બંને સુરક્ષા કર્મચારીઓ પર કલમા પઢવાનું દબાણ કર્યું અને તેઓએ પઢવાનો ઇન્કાર કરતાં ચાકુથી હુમલો કરવામાં આવ્યો. તેમણે આક્ષેપ કર્યો કે, હુમલાખોરે ટ્રેનિંગ લીધી હોવાનું લાગી રહ્યું હતું. આવા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.

શિવસેના નેતાએ ઘટનાને ગંભીર ગણાવી

શિવસેના નેતા શાઈના એનસીએ કહ્યું કે, નયા નગરમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. જોકે ધર્મના આધારે હુમલો કરવો ગંભીર બાબત છે. આવી ઘટનાઓના કારણે વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થાય છે, જેને મહારાષ્ટ્ર ક્યારેય સ્વીકારશે નહીં. મહારાષ્ટ્ર હંમેશા પોતાની સંસ્કૃતિ, મૂલ્યો અને પરસ્પર ભાઈચારા માટે જાણીતું છે.

આ પણ વાંચો : ‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’, ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ