India

દિલ્હી-NCRમાં ચાલતી બસમાં સગીરા પર અત્યાચાર: રાહુલ ગાંધીનો સવાલ- 47 કિમી સુધી પોલીસને કેમ ભનક ન લાગી?

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
ગ્રેટર નોઇડાથી જૂની દિલ્હી જતી સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા પર ડ્રાઇવર-કંડક્ટરે ગૅંગરેપ કર્યો. 4 ઓગસ્ટની આ ઘટના બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી બસ જપ્ત કરી છે. રાહુલ ગાંધીએ દિલ્હી-NCRમાં મહિલા સુરક્ષા પર સવાલ ઉઠાવી કેન્દ્ર અને UP સરકારની ઝાટકણી કાઢી, 47 KM સુધી પોલીસને જાણ ન થવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી-NCRમાં ચાલતી બસમાં સગીરા પર અત્યાચાર: રાહુલ ગાંધીનો સવાલ- 47 કિમી સુધી પોલીસને કેમ ભનક ન લાગી?

Rahul Gandhi Greater Noida Delhi Bus Rape Case : ગ્રેટર નોઇડાથી જૂની દિલ્હી જઈ રહેલી એક ચાલતી સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા સાથે ડ્રાઇવર અને કંડક્ટર દ્વારા આચરવામાં આવેલા ભયાનક ગૅંગરેપની ઘટના સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે દિલ્હી-NCR મહિલાઓ માટે એટલું અસુરક્ષિત બની ગયું છે કે ગ્રેટર નોઇડાથી દિલ્હી સુધી 47 કિલોમીટરના પ્રવાસ દરમિયાન આટલો ગંભીર ગુનો આચરવામાં આવ્યો છતાં દિલ્હી કે નોઇડા પોલીસને તેની ભનક પણ ન લાગી.

ચેકપોસ્ટ અને સુરક્ષા વ્યવસ્થા પર ઊભા કર્યા પ્રશ્નો

રાહુલ ગાંધીએ સુરક્ષા તંત્ર સામે સવાલો ઉઠાવતા કહ્યું હતું કે આ સ્લીપર બસ નોઇડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસવે, દિલ્હી રિંગ રોડ અને રાજ્યની સરહદો પાર કરી ગઈ, પરંતુ એક પણ ચેકપોસ્ટ પર તેને રોકવામાં ન આવી. તેમણે વધુમાં ઉમેર્યું કે બસની સીટો પર પડદા લાગેલા હતા જેથી અંદર શું થઈ રહ્યું છે તે કોઈ જોઈ ન શકે. આ ઘટના દર્શાવે છે કે ગુનેગારોમાં વહીવટીતંત્ર કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી.

20260821247f.jpg

નિયમોનું પાલન અને જવાબદારી નક્કી કરવા માંગ

નિર્ભયા કાંડના આટલા વર્ષો બાદ પણ આવી સ્લીપર બસોની તપાસ અને દેખરેખના નિયમોનું પાલન કેમ નથી થઈ રહ્યું તે અંગે રાહુલ ગાંધીએ પ્રશ્નો કર્યા હતા. તેમણે કટાક્ષ કર્યો હતો કે વર્ષોથી વહીવટી નિષ્ફળતાઓ પર ઢાંકપિછોડો કરવાનો જ આ પરિણામ છે કે દેશની રાજધાનીમાં પણ મહિલાઓ સુરક્ષિત પ્રવાસ કરી શકતી નથી. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હેઠળની દિલ્હી પોલીસ અને મુખ્યામંત્રી યોગી આદિત્યનાથ હેઠળની UP પોલીસની જવાબદારી નક્કી કરવા માંગ કરી હતી.

બંને આરોપીઓની ધરપકડ, બસ જપ્ત કરાઈ

આ ઘટના 4 ઓગસ્ટની રાત્રે બની હતી, જ્યારે બસ ગ્રેટર નોઇડાના પરી ચોકથી જૂની દિલ્હીના કાશ્મીરી ગેટ તરફ જઈ રહી હતી. ઘટના સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ડ્રાઇવર અને કંડક્ટર બંનેની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી બસને જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવી છે.