મંત્રીઓને મેદાનમાં ઉતારાશે : જેન-ઝીને મનાવવા મોદી સરકારના હવાતિયાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- યુવાનોના આંદોલનો વચ્ચે 'વન ડે વન યુનિ.'નું કેન્દ્રનું આયોજન
- મંત્રીઓ યુનિ.માં જઈ વિદ્યાર્થીઓ માટેની યોજનાઓનો પ્રચાર કરશે, યુવાનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળશે !
- જેન-ઝી શબ્દનો ઉપયોગ લોકોને ડરાવવા માટે થતો રહેશે તો સહાનુભૂતિ ખોઇ નાખશે : ઓમર અબ્દુલ્લાહ
નવી દિલ્હી : શિક્ષણમાં સુધારા માટે યુવાનો આંદોલન કરી રહ્યા છે, એવામાં તેમને આકર્ષવા માટે મોદી સરકારે એક દેશવ્યાપી પ્રોગ્રામની તૈયારી કરી લીધી છે. જેમાં જેન-ઝીને લઇને સરકારે તમામ કેન્દ્રીય મંત્રીઓને નવી જવાબદારી સોંપી છે, જે હેઠળ કેન્દ્રીય મંત્રી દરરોજ એક યુનિવર્સિટીની મુલાકાત લેશે કે જેથી વિદ્યાર્થીઓની સાથે વાતચીત કરી શકાય અને તેમની ચિંતાઓને સમજી શકાય.
એવા અહેવાલો છે કે કેન્દ્ર સરકારે જેન-ઝીને આકર્ષવા માટે વન ડે, વન યુનિવર્સિટી નામનું એક અભિયાન શ: કર્યું છે. જેનો હેતુ સરકાર અને જેન-ઝી વચ્ચેનો સંબંધ વધારવાનો છે. આ અભિયાન હેઠળ કેન્દ્રીય મંત્રીઓ યુનિવર્સિટીઓની મુલાકાત લેશે, સાથે જ દેશને અસર કરનારા મુદ્દાઓ પર યુવાનોનો અભિપ્રાય લેવામાં આવશે, તેમની સાથે સંવાદ વધારવામાં આવશે. સરકાર દ્વારા યુવાનો કે વિદ્યાર્થીઓ માટે શું યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેનો પ્રચાર પણ કરવામાં આવશે.
શિક્ષણમાં સુધારા માટે દિલ્હીમાં હજારો યુવાનો દ્વારા જંતર મંતર પર લાંબા સમય સુધી આંદોલન ચલાવાયું હતું, જે બાદથી સરકાર જેન-ઝીને આકર્ષવા માટે પ્રયાસો કરી રહી છે, અગાઉ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર રીલ શેર કરી હતી. હવે મંત્રીઓને પણ જેન-ઝી વચ્ચે મોકલવામાં આવશે. બે કેન્દ્રીય મંત્રીઓને તેની જવાબદારી સોંપવામાં આવી હોવાના અહેવાલો છે. બીજી તરફ હાલમાં જેન-ઝીની ભારે ચર્ચા છે, તેઓ કોઇને કોઇ મુદ્દે વિરોધ પ્રદર્શનો કરતા જોવા મળી રહ્યા છે.
એવામાં લદ્દાખમાં પણ આવુ જ કઇક જોવા મળ્યું હતું, લદ્દાખમાં એક યુવતી સુરક્ષાકર્મીઓ સાથે દલીલો કરતી જોવા મળી હતી, વીડિયોમાં મહિલા કહી રહી હતી કે અમે જેન-ઝી છીએ, કોઇ પણ બકવાસ સહન નહીં કરીએ, દ્રાસ પાસે મિનિમાર્ગ ચેકપોસ્ટ પર પર્યટકો માટે કેટલાક પ્રતિબંધો લાગુ કરાયા હોવાના અહેવાલો છે, જેને કારણે આ યુવતી રોષે ભરાઇ હતી અને તેમને તેમજ અન્ય પર્યટકોને આગળ જવા દેવાની માગ કરી રહી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પણ શેર કર્યો હતો અને કહ્યું હતું કે અમે જેન-ઝી છીએ તે મારો બાપ કોણ છે તું જાણતો નથીનું નવુ વર્ઝન બની રહ્યું છે. લોકોને ડરાવવા જો આવા શબ્દોનો ઉપયોગ કરાતો રહેશે તો જેન-ઝી પ્રત્યે લોકોની સહાનુભૂતિ ખતમ થઇ શકે છે.









