Get The App

'દુબઈ ATCએ એરલિફ્ટ કરવાની ના પાડી દીધી...' રાંચીના મર્ચન્ટ કેપ્ટનનું મધદરિયે મૃત્યુ, સમયસર ન મળી સારવાર

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
'દુબઈ ATCએ એરલિફ્ટ કરવાની ના પાડી દીધી...' રાંચીના મર્ચન્ટ કેપ્ટનનું મધદરિયે મૃત્યુ, સમયસર ન મળી સારવાર 1 - image
Representative Image

Merchant Navy Captain Passes Away In Strait of Hormuz : મિડલ ઈસ્ટમાં યુદ્ધની તણાવભરી સ્થિતિની અસર દુનિયાના અલગ-અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે. જેમાં રાંચીના મર્ચન્ટ નેવી કેપ્ટન રાકેશ રંજન સિંહ ગત 2 ફેબ્રુઆરીએ ઓઈલ ટેન્કર જહાજ 'અવાના' પર ફ્લીટ મેનેજમેન્ટમાં પોસ્ટેડ હતા. આમ, કેપ્ટન રાકેશનું જહાજ હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન કેપ્ટન રાકેશ અચાનક બેભાન થઈ ગયા હતા અને સમયસર મેડિકલ સારવાર ન મળતાં તેમનું મૃત્યું નીપજ્યું હતું. 

જહાજમાં કેપ્ટન રાકેશ ખુરશી પરથી અચાનક પડ્યા બાદ બેભાન થઈ ગયા હતા. આ દરમિયાન તેમને ઈમરજન્સી મેડિકલ સહાયતા ઉપલબ્ધ થઈ શકી ન હતી. કેપ્ટનને સારવાર માટે લઈ જવા માટે કહેતા દુબઈ ATCએ એરલિફ્ટ કરવાની ના પાડી દીધી હતી. જો કે, આ પછી તેમને બોટથી દુબઈ પોર્ટ લઈ ગયા હતા, પરંતુ મોડું થતાં કેપ્ટન રાકેશનું નિધન થયું હતું. ગત 18 માર્ચે જ પરિવારે તેમની સાથે ફોનથી વાત કરી હોવાનું જણાય છે. 

જહાજ પર તબીબી સહાય ઉપલબ્ધ નહોતી

કેપ્ટનનું નિધન થતાં રાંચીના અરગોડામાં રહેતા પરિવારમાં શોક છવાયો છે. મોટા ભાઈ ઉમેશ કુમારે કહ્યું કે, 'રાકેશ મારા માટે પુત્ર જેવો હતો.' રાકેશની પત્ની અને બે બાળકો ખૂબ જ દુઃખી છે. બાળકો પિતાના પાર્થિવ દેહને પરત લાવવા ચિંતામાં છે.

કોણ છે કેપ્ટન રાકેશ રંજન?

કેપ્ટન રાકેશ રંજન મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની હતા, પરંતુ તેમનો પરિવાર છેલ્લા 18 વર્ષથી રાંચીમાં રહેતો હતો. તેમણે 24 વર્ષ સુધી મર્ચન્ટ નેવીમાં સેવા આપી, વિવિધ કંપનીઓના જહાજોમાં કામ કર્યું. છેલ્લે તેઓ 'અવના' જહાજ પર કેપ્ટન તરીકે પોસ્ટેડ હતા.

સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે પરિવાર સાથે વાતચીત કરી અને કેપ્ટનના પરિવારને સહાયતા માટે આશ્વાસન આપ્યું છે. પરિવાર હવે માંગ કરી રહ્યો છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમના પાર્થિવદેહને રાંચી લાવે. 

આ પણ વાંચો: 9 દેશોમાં ઉડાન ન ભરો...; મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે DGCAની એડવાઇઝરી, જાણો શું-શું નિર્દેશ આપ્યા

કેપ્ટનનું હાર્ટ એટેકથી અવસાન

રાંચીના કેપ્ટન રાકેશ રંજનનું મિડલ ઈસ્ટમાં હોર્મુઝ સ્ટ્રેટમાં 'અવાના' જહાજમાં હાર્ટ એટેકથી આવવાથી અને સમયસર તબીબી સારવાર ન મળતાં અવસાન થયું હતું. દુબઈ ATCએ એરલિફ્ટ કરવાનો ઈનકાર કર્યો હતો.