મેરઠના ચર્ચિત વાદળી ડ્રમ કેસમાં આરોપી મુસ્કાન અને પ્રેમી સાહિલ દોષિત, 19 મહિનાના લાંબા ટ્રાયલ બાદ સજાનું થશે એલાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Meerut Blue Drum Case: મેરઠના ચર્ચિત વાદળી ડ્રમ કેસ મામલે મેરઠની કોર્ટે આરોપી મુસ્કાન અને સાહિલને દોષિત ઠેરવ્યા છે. તો બીજી તરફ, સજાની તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન બંને આરોપી મુસ્કાન અને સાહિલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. ચુકાદો સંભળાવતા પહેલા જજે મુસ્કાનને પૂછ્યું- 'આજે ચુકાદાનો દિવસ આવી ગયો છે. મુસ્કાન શું લાગે છે? અમારે જે કરવાનું હતું તે કરી દીધું. આજે સજા નથી સંભળાવવાની, શું લાગે છે?' વધુમાં, જજે કહ્યું કે ગુનો સમાજમાં ડરનો માહોલ બનાવે છે. તેમણે મુસ્કાનને કહ્યું કે સજા શું આપવી તે તમે જણાવશો.
126 સુનાવણી અને 22 સાક્ષીઓની જુબાની બાદ બંને આરોપીઓ દોષિત સાબિત થયા
સૌરભ રાજપૂત હત્યા કેસના આરોપી મુસ્કાન અને સાહિલની ધરપકડ બાદ કોર્ટમાં 126 વખત સુનાવણી થઈ. 22 લોકો આ હત્યાકેસના સાક્ષી બન્યા અને લગભગ 19 મહિનાના લાંબા ટ્રાયલ બાદ બંનેને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
સૌરભના પરિવારે દોષિતો માટે ફાંસીની સજાની માંગ કરી
સૌરભ રાજપૂતના પરિવારને રાહ છે કે મુસ્કાન અને સાહિલને તેમના કર્યાની સજા વહેલી તકે મળે. આ દરમિયાન કોર્ટે હજુ સજાની તારીખની જાહેરાત કરી નથી. જોકે, સૌરભના પરિજનોની માંગ છે કે બંને દોષિતોને ફાંસીથી ઓછી કોઈ સજા ન મળે. જો ફાંસી નહીં થાય તો તેઓ સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય માટે લડાઈ લડશે. મૃતક સૌરભ રાજપૂતના ભાઈ રાહુલે કહ્યું હતું કે તેઓ શરૂઆતથી જ એવી આશા રાખી રહ્યા છે કે તેમને ન્યાય મળશે. પરિવારે શરૂઆતથી એક જ માંગ રાખી છે કે મુસ્કાન અને સાહિલે તેમના ભાઈ સૌરભ સાથે જે કર્યું, તેવું જ તેમની સાથે પણ થાય.
પત્ની મુસ્કાન અને તેના પ્રેમી સાહિલે સૌરભની હત્યા કરી
જણાવી દઈએ કે 3-4 માર્ચ 2025ના રોજ સૌરભ ભારદ્વાજની હત્યા કરવામાં આવી હતી. સૌરભ મર્ચન્ટ નેવીમાં કામ કરતા હતા અને પછી વિદેશમાં કામ કરવા ગયા હતા. અહીં ભારતમાં તેમની પત્ની મુસ્કાનને સાહિલ નામના છોકરા સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ સૌરભને રસ્તામાંથી હટાવવાનું પ્લાનિંગ કરી લીધું. સૌરભ જ્યારે ભારત આવ્યા ત્યારે થોડા દિવસ પોતાના પરિવાર સાથે રહ્યા. બાદમાં સાહિલ અને મુસ્કાને ઊંઘની દવા ખવડાવીને સૌરભની હત્યા કરી દીધી અને થોડા દિવસ પછી સૌરભનો મૃતદેહ વાદળી ડ્રમમાંથી મળ્યો.
સૌરભ રાજપૂત હત્યાકેસની ટાઈમલાઈન
સૌરભ રાજપૂતના મર્ડરને ફેબ્રુઆરીથી માર્ચ 2025 વચ્ચે અંજામ આપવામાં આવ્યો હતો. સૌરભ અને મુસ્કાનના લવ મેરેજ થયા હતા. બંનેને એક પુત્રી હતી.
- 24 ફેબ્રુઆરી: સૌરભ રાજપૂત લંડનથી મેરઠ સ્થિત પોતાના ઘરે પાછા આવ્યા
- 25 ફેબ્રુઆરી: ઘરમાં જ પત્ની મુસ્કાનનું બર્થડે સેલિબ્રેશન થયું
- 28 ફેબ્રુઆરી: પુત્રી પીહૂનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો
- 3 માર્ચ: મુસ્કાને સૌરભને ઊંઘની દવા આપી. સાહિલને બોલાવીને સૌરભની હત્યાને અંજામ આપવામાં આવ્યો
- 4 માર્ચ: મુસ્કાને પોતાની પુત્રીને પોતાના પિયરે મૂકી દીધી અને પ્રેમી સાહિલ સાથે શિમલા જતી રહી
- 17 માર્ચ: શિમલાથી પાછા આવીને મુસ્કાન પોતાના પિયરે ગઈ અને પરિવારજનોને સૌરભ વિશે જણાવ્યું
- 18 માર્ચ: પોલીસ સૌરભના ઘરે પહોંચી. ત્યાંથી વાદળી ડ્રમ કબજે કર્યો જેમાં સૌરભનો મૃતદેહ હતો
- 18 માર્ચ: સાહિલ અને મુસ્કાનની પોલીસે ધરપકડ કરી લીધી




