India

દિલ્હીમાં મણિપુરના સંગીતકાર પર હુમલો, સારવાર દરમિયાન મોત: રાહુલ ગાંધીએ ગૃહ મંત્રાલય સામે ઉઠાવ્યા સવાલ

By GS Team
8 Sep 20261 min read
TukuTouch Logo
દિલ્હીના કિલોકરી ગામમાં 54 વર્ષીય મણિપુરી સંગીતકાર ચોંગથમ વિક્રમ સિંહની અવાજ ઓછો કરવાનું કહેવા બદલ નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. 8 યુવકોએ તેમના ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત થયું. પોલીસે 7 પુખ્ત અને 1 સગીર આરોપીની ધરપકડ કરી છે. રાહુલ ગાંધીએ ગૃહ મંત્રાલયને પૂર્વોત્તરના લોકોની સુરક્ષા મુદ્દે સવાલ કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં મણિપુરના સંગીતકાર પર હુમલો, સારવાર દરમિયાન મોત: રાહુલ ગાંધીએ ગૃહ મંત્રાલય સામે ઉઠાવ્યા સવાલ

Delhi Manipur Musician Murder : દિલ્હીના કિલોકરી ગામમાં રહેતા 54 વર્ષીય મણિપુરી સંગીતકાર ચોંગથમ વિક્રમ સિંહની ઘરમાંથી બહાર જઈને અવાજ ઓછો કરવાનું કહેવા બદલ નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ રાજધાનીમાં પૂર્વોત્તરના લોકોની સુરક્ષાને લઈને મોટો વિવાદ સર્જાયો છે.

રાહુલ ગાંધીનો ગૃહ મંત્રાલય પર પ્રહાર

લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે દિલ્હીમાં પૂર્વોત્તરના લોકો વિરુદ્ધ વધતી અરાજકતા રોકવા માટે ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસ શું કરી રહી છે? તેમણે આ મામલે ત્વરિત તપાસ અને કડક ન્યાયની માંગ કરી છે.

કેવી રીતે બની ઘટના?

રવિવાર રાત્રે આશરે 11:30 વાગ્યે વિક્રમ સિંહ કચરો ફેંકવા નીચે ગયા હતા, જ્યાં તેમણે બહાર હોબાળો કરી રહેલા 8 યુવકોને અવાજ ઓછો કરવા કહ્યું હતું. ઉશ્કેરાયેલા આરોપીઓ તેમનો પીછો કરીને ત્રીજા માળ સુધી પહોંચ્યા અને તેમના પર હુમલો કર્યો હતો. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

પોલીસની કાર્યવાહી

દિલ્હી પોલીસે આ કેસમાં 7 પુખ્ત આરોપીઓ અને 1 સગીરની ધરપકડ કરી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન બિરેન સિંહે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.