India

ઓડિશાના દરિયા કિનારે મોટી દુર્ઘટના: સિંગાપોર જઈ રહેલું પનામા ફ્લેગ કાર્ગો શિપ પાણીમાં ડૂબ્યું

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
ઓડિશાના પારાદ્વીપ બંદરથી સિંગાપોર જતું પનામાનું માલવાહક જહાજ 'MV ઓશન વિનર' શનિવારે ઓડિશા કિનારેથી 240 નોટિકલ માઈલ દૂર બંગાળની ખાડીમાં ડૂબી ગયું. 24 ક્રૂ મેમ્બર્સ સાથે આયર્ન લઈને જતું જહાજ ડૂબતા જ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને નેવીએ બચાવ કામગીરી હાથ ધરી છે. મોટાભાગના ક્રૂ મેમ્બર્સ ચીની નાગરિકો હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓડિશાના દરિયા કિનારે મોટી દુર્ઘટના: સિંગાપોર જઈ રહેલું પનામા ફ્લેગ કાર્ગો શિપ પાણીમાં ડૂબ્યું
ફાઈલ તસવીર

Panama Cargo Ship Sinks: પનામાનો ધ્વજ ધરાવતું એક કાર્ગો શિપ શનિવારે ઓડિશા કિનારેથી લગભગ 240 નોટિકલ માઈલ દૂર બંગાળની ખાડીમાં ડૂબી ગયું છે. શિપ ટ્રેકિંગ પ્લેટફોર્મ 'મરીન ટ્રાફિક' અનુસાર, 'MV ઓશન વિનર' (MV Ocean Winner) નામનું આ જહાજ ઓડિશાના પારાદ્વીપ પોર્ટથી રવાના થયું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે સમયે જહાજ પર 24 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ જહાજ ઓડિશાથી આયર્નનો જથ્થો લઈને સિંગાપોર જઈ રહ્યું હતું. જહાજ ડૂબવાની જાણ થતાં જ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ઈન્ડિયન નેવી દ્વારા સંયુક્તપણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

ઓડિશાના કિનારેથી નીકળ્યુ જહાજ

એક સીનિયર IPS અધિકારીએ જણાવ્યું હતું કે, 'અમને હજુ સુધી ચોક્કસ આંકડો ખબર નથી કે, કેટલા ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયા છે. આ જહાજ શુક્રવારે ઓડિશા કિનારેથી નીકળ્યું હતું.'
તેમણે વધુમાં ઉમેર્યું કે, આસપાસના વિસ્તારમાંથી પસાર થઈ રહેલા અન્ય જહાજોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, અને બચાવ કામગીરીમાં મદદ કરવા જણાવાયું છે. અધિકારીના જણાવ્યા મુજબ જહાજ પર સવાર મોટાભાગના ક્રૂ મેમ્બર્સ ચીની નાગરિકો હતા.