India

VIDEO : ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ટનલ ધસી પડતા અનેક શ્રમિકો ફસાયા, 13ને બચાવાયા

By GS Team
13 Aug 20261 min read
TukuTouch Logo
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પીપલકોટી સ્થિત વિષ્ણુગાડ-પીપલકોટી જળ વિદ્યુત પરિયોજનાની નિર્માણાધીન ટનલમાં સાંજે 6:10 વાગ્યે ભૂસ્ખલન થતાં અકસ્માત સર્જાયો. કાટમાળ અને પાણી ધસી પડતાં શ્રમિકો ફસાયા. 13 શ્રમિકોને સુરક્ષિત બહાર કઢાયા, ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ NDRF-SDRF ટીમોને બચાવ કાર્ય તેજ કરવા આદેશ આપ્યા. અન્ય ફસાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ટનલ ધસી પડતા અનેક શ્રમિકો ફસાયા, 13ને બચાવાયા

Chamoli Tunnel Accident : ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પીપલકોટી સ્થિત વિષ્ણુગાડ-પીપલકોટી જળ વિદ્યુત પરિયોજના (THDC) ની નિર્માણાધીન ટનલમાં અચાનક ભૂસ્ખલન થતાં મોટો અકસ્માત સર્જાયો છે. સાંજે આશરે 6:10 વાગ્યે ટનલની અંદર ધસી પડેલા કાટમાળ અને પાણીના તીવ્ર વહાણને કારણે કામ કરી રહેલા શ્રમિકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

અકસ્માત અને બચાવ કામગીરી

અકસ્માત સમયે ટનલમાં શ્રમિકો કામ કરી રહ્યા હતા. ચમોલીના પોલીસ અધીક્ષક સુરજીત સિંહ પવાર (Surjeet Singh Pawar) ના જણાવ્યા અનુસાર, ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીઓએ પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. અત્યાર સુધીમાં 13 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે, જેમાંથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાકીના ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

મુખ્યમંત્રીએ લીધી ગંભીર નોંધ

ઘટના અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami) એ ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે NDRF અને SDRF ની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલીને યુદ્ધના ધોરણે રાહત-બચાવ કાર્ય હાથ ધરવાના નિર્દેશ આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટનલમાં ફસાયેલા દરેક વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢવી એ સરકારની પ્રાથમિકતા છે અને તેઓ પોતે વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.