Get The App

હવે NCERT 'ડીમ્ડ યુનિવર્સિટી' ગણાશે અને ડિગ્રી પણ આપશે, શિક્ષણ ક્ષેત્રે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
હવે NCERT 'ડીમ્ડ યુનિવર્સિટી' ગણાશે અને ડિગ્રી પણ આપશે, શિક્ષણ ક્ષેત્રે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય 1 - image

Image Source: Twitter

NCERT: કેન્દ્ર સરકારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC)ની સલાહ પર નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ(NCERT)ને ડીમ્ડ યુનિવર્સિટી'નો દરજ્જો આપ્યો છે. આનાથી હવે NCERTને યુનિવર્સિટીની જેમ કામ કરવાની સ્વતંત્રતા મળશે, પરંતુ તેની સાથે ઘણી જરૂરી શરતો પણ લાગુ કરવામાં આવી છે. 

NCERTએ 2025માં તમામ શરતો પૂરી કરવાનો રિપોર્ટ સરકારને આપ્યો હતો. ત્યારબાદ UGCની નિષ્ણાત સમિતિએ આ અહેવાલની સમીક્ષા કરી અને તેને યોગ્ય માન્યું. UGC આયોગે જાન્યુઆરી 2026માં પોતાની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી, ત્યારબાદ કેન્દ્ર સરકારે તેને અંતિમ સ્વરૂપ આપ્યું.

કઈ સંસ્થાઓને સામેલ કરવામાં આવી?

NCERTએ UGC ઍક્ટ, 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી બનવા માટે અરજી કરી હતી. આ અરજી UGC પોર્ટલ પર ઓનલાઇન અપલોડ કરવામાં આવી હતી. UGCએ અરજીની સમીક્ષા કરી અને 2023માં કેટલીક શરતો સાથે લેટર ઑફ ઇન્ટેન્ટ(LOI) જારી કર્યો. તેમાં NCERTને ત્રણ વર્ષની અંદર તમામ શરતોને પૂરી કરવા માટે કહેવામાં આવ્યું. 


આ પ્રસ્તાવમાં આ NCERTની 6 પ્રમુખ સંસ્થાઓને સામેલ કરવામાં આવી છે. જેમાં અજમેર (રાજસ્થાન), ભોપાલ (મધ્યપ્રદેશ), ભુવનેશ્વર (ઓડિશા), મૈસુર (કર્ણાટક), શિલોંગ (મેઘાલય), અને ભોપાલની પંડિત સુંદરલાલ શર્મા ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોકેશનલ એજ્યુકેશન સામેલ છે. આ સંસ્થાઓને ભેગી કરીને NCERTને એક સ્પેશિયલ કેટેગરી યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. 

કઈ શરતો સાથે મળ્યો દરજ્જો?

સરકારે NCERTને આ દરજ્જો કેટલીક કડક શરતો સાથે આપ્યો છે. સંસ્થા પોતાની સંપત્તિ અથવા ફંડ સરકાર અને UGCની પરવાનગી વિના ટ્રાન્સફર ન કરી શકે. આ સાથે જ તે કોઈપણ પ્રકારની નફાકારક પ્રવૃત્તિમાં સામેલ નહીં થશે. 

આ પણ વાંચો: યુદ્ધ રોકી ડીલ કરવા આતુર થયા ટ્રમ્પ? કહ્યું- હું ઈરાનના લોકોનું સન્માન કરું છું, તેઓ શક્તિશાળી છે

અભ્યાસ અને કોર્સ સબંધિત નિયમ

NCERTએ પોતાના તમામ કોર્સ UGC અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના નિયમો પ્રમાણે જ ચલાવવા પડશે. નવા કોર્સ, ઑફ-કેમ્પસ સેન્ટર અથવા વિદેશી કેમ્પસ પણ નક્કી કરેલા નિયમો હેઠળ જ શરૂ કરી શકાશે. વિદ્યાર્થીઓના એડમિશન, સીટ સંખ્યા અને ફી સંબંધિત તમામ નિયમોનું પણ પાલન કરવું આવશ્યક રહેશે.

રિસર્ચ અને ગુણવત્તા પર ભાર

NCERTએ રિસર્ચ, પીએચડી અને નવા શૈક્ષણિક કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું પડશે. આ સાથે જ તેણે NAAC અને NBA જેવી સંસ્થાઓ પાસેથી માન્યતા લેવી પડશે. આ ઉપરાંત સંસ્થાએ દર વર્ષે NIRF રેન્કિંગમાં પણ ભાગ લેવું ફરજિયાત છે, જેથી ગુણવત્તા અને પ્રદર્શનનું મૂલ્યાંકન કરી શકાય.