Get The App

યુદ્ધ રોકી ડીલ કરવા આતુર થયા ટ્રમ્પ? કહ્યું- હું ઈરાનના લોકોનું સન્માન કરું છું, તેઓ શક્તિશાળી છે

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધ રોકી ડીલ કરવા આતુર થયા ટ્રમ્પ? કહ્યું- હું ઈરાનના લોકોનું સન્માન કરું છું, તેઓ શક્તિશાળી છે 1 - image

Image Source: Twitter

US Israel Iran War:  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના 'કારનામા'થી વધુ પોતાના 'અજીબોગરીબ નિવેદન' માટે પ્રખ્યાત છે. અમેરિકા-ઈઝરાયલના ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ટ્રમ્પે હવે એકદમ પલટી મારતા ઈરાનના લોકોની પ્રશંસા કરવાનું ચાલું કરી દીધું છે. આ સાથે જ તેમણે યુદ્ધ અંગે પણ મોટું નિવેદન આપ્યું છે. 

 હું ઈરાનના લોકોનું સન્માન કરું છું, તેઓ શક્તિશાળી છે: ટ્રમ્પ

એક ઈન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની લોકો અંગે કહ્યું કે, 'ઈરાનના લોકો ખૂબ જ શક્તિશાળી અને તેમના દુ:ખ સહન કરવાની ક્ષમતા હોય છે, હું ઈરાનના લોકોનું સન્માન કરું છું.  ઈરાની લડાકુ નથી, પરંતુ સારા વાટાઘાટકારો છે. ઈરાન સાથે વાટાઘાટો કરવાનો સમય આવી ગયો છે અને હું ઓ ટૂંક સમયમાં ઈરાન સાથે ડીલ કરવા માગું છું.' આમ હવે ટ્રમ્પ ઈરાન સાથે યુદ્ધ રોકીને ડીલ કરવા આતુર દેખાઈ રહ્યા છે.

ઈઝરાયલ સારો ટીમ પ્લેયર

આ ઉપરાંત ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ અંગે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, 'ઈઝરાયલ એક સારો ટીમ પ્લેયર છે અને તે એ જ કરશે, જે હું તેને કહીશ.' ટ્રમ્પનું આ આત્મવિશ્વાસપૂર્ણ નિવેદન પરથી સંકેત મળે છે કે, અમેરિકાનો પ્રમુખ સહયોગી ઈઝરાયલ અંતે તેમની પાસેથી જ સંકેત લેશે. તેમણે દાવો કર્યો કે, 'બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વમાં તેલ અવીવમાં સત્તા કેન્દ્ર મારા આદેશોનું પાલન કરશે અને સંઘર્ષનો અંત લાવવાનો નિર્ણય લેતાની સાથે જ લશ્કરી કાર્યવાહી રોકી દેશે.'

યુદ્ધ અંગે પહેલા શું કહ્યું હતું?

ઈઝરાયલ અંગે ટ્રમ્પે કહ્યું કે, 'તેઓ એક સારા સહયોગી રહ્યા છે. જ્યારે હું અટકી જઈશ, ત્યારે તેઓ પણ અટકી જશે. જ્યાં સુધી તેમને ઉશ્કેરવામાં ન આવે ત્યાં સુધી તેઓ રોકાઈ જશે, અને જો ઉશ્કેરવામાં આવે તો તેમની પાસે કોઈ વિકલ્પ નહીં રહેશે. પરંતુ જ્યારે હું રોકીશ, ત્યારે તેઓ અટકી જશે.' તમને જણાવી દઈએ કે, ટ્રમ્પની આ ટિપ્પણી તેમના અગાઉના વલણથી અલગ પ્રતીત થાય છે, જ્યાં તેમણે યુદ્ધના અંતને નેતન્યાહૂ સાથે એક પરસ્પર નિર્ણય ગણાવ્યો હતો.

આ પણ વાંચો: હોર્મુઝ ઓળંગતા જ સમુદ્રમાં 'ખેલ', ગુજરાત આવતું ઈરાનનું જહાજ અચાનક ચીન તરફ કેમ વળ્યું?

અમેરિકા-ઈઝરાયલનું ઈરાન સાથે યુદ્ધ

આ યુદ્ધની શરૂઆત 28 ફેબ્રુઆરી થઈ હતી, જ્યારે ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ ઓપરેશન એપિક ફ્યુરી શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા કરી દેવામાં આવી હતી. એક અહેવાલ પ્રમાણે યુદ્ધનો માર્ગ એટલો પણ સરળ નહોતો. ટ્રમ્પે પોતાના વહીવટીતંત્રમાંથી લીક થયેલી માહિતીથી નારાજ થઈને 27 ફેબ્રુઆરીએ ઓપરેશન રોકવાનો સંકેત આપ્યો હતો.