India

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના : 50 લોકોને લઈ જતી હોડી પલટી, 2 મહિલાના મોત, 1 ગંભીર

By GS Team
10 Jun 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પુરુષોત્તમપુરી ખાતે ગોદાવરી નદીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી હોડી પલટી જતાં 2 મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 1 મહિલાની હાલત ગંભીર છે. દુર્ઘટના સમયે નાવમાં 50થી વધુ લોકો સવાર હોવાનું જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના : 50 લોકોને લઈ જતી હોડી પલટી, 2 મહિલાના મોત, 1 ગંભીર

Maharashtra Boat Capsize : મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પુરુષોત્તમપુરી ખાતે ગોદાવરી નદીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી હોડી પલટી જતાં 2 મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 1 મહિલાની હાલત ગંભીર છે. દુર્ઘટના સમયે નાવમાં 50થી વધુ લોકો સવાર હોવાનું જણાવાયું છે.

ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડાયા

માહિતી મુજબ, અધિક માસ યાત્રા દરમિયાન ભગવાન પુરુષોત્તમ મંદિરના દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી હોડી નદીમાં પલટી ગઈ હતી. સ્થાનિક લોકો અને ઘટનાને નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર, હોડીમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે અકસ્માત સર્જાયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ‘શાંતિપૂર્ણ દેશો’ની યાદી જાહેર, રેન્કિંગમાં અમેરિકાને મોટો ઝટકો, જાણો ભારત-પાકિસ્તાન કયા નંબરે

દુર્ઘટના બાદ અફરાતફરી મચી

મૃતકોની ઓળખ પ્રમિલા શેષરાવ રાઠોડ (55), લોનાર, બુલઢાણા અને પ્રયાગાબાઈ જ્ઞાનદેવ ડોકે (70) તરીકે થઈ છે. જ્યારે સિંધૂબાઈ અર્જુન મવાળ (75) ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. દુર્ઘટના બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ અને બચાવ ટીમોએ તરત જ રાહત કામગીરી શરૂ કરીને નદીમાં ડૂબી રહેલા લોકોને બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં ખસેડ્યા.

જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. સ્થાનિક નાગરિકો અને શ્રદ્ધાળુઓએ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ યાત્રાધામ ખાતે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ કરી છે.

આ પણ વાંચો : ભારતમાં ‘સૌથી વધુ પગાર વધારો’ કરતા શહેરોની યાદી જાહેર, જાણો અમદાવાદ કયા નંબરે