India

VIDEO : મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ડીઝલ ભરેલા ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ, આખા રોડ પર ફેલાઈ આગ

By GS TEAM
12 Dec 20251 min read
TukuTouch Logo
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આજે (12 ડિસેમ્બર) એક મોટી દુર્ઘટના બની છે. મંજરસુંબા ઘાટ વિસ્તારમાં એક ડીઝલ ટેન્કરમાં અચાનક જોરદાર વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં આગની જ્વાળાઓ ઊંચે ઉઠવા લાગી હતી. આ ઘટનાને પગલે ધુળે-સોલાપુર હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ડીઝલ ભરેલા ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ, આખા રોડ પર ફેલાઈ આગ

Diesel Tanker Blast In Maharashta : મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આજે (12 ડિસેમ્બર) એક મોટી દુર્ઘટના બની છે. મંજરસુંબા ઘાટ વિસ્તારમાં એક ડીઝલ ટેન્કરમાં અચાનક જોરદાર વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં આગની જ્વાળાઓ ઊંચે ઉઠવા લાગી હતી. આ ઘટનાને પગલે ધુળે-સોલાપુર હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

પ્રચંડ વિસ્ફોટ બાદ આગનો વીડિયો વાયરલ

ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું કે, વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસનો વિસ્તાર ધુમાડા અને આગની લપેટમાં આવી ગયો હતો. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભયંકર આગે સમગ્ર વિસ્તારને પોતાની ઝપેટમાં લીધો હોવાનું અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.

રાહત અને બચાવ કાર્ય શરૂ

વિસ્ફોટની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે આગ પર કાબુ મેળવવામાં ઘણો સમય લાગ્યો હતો. વિસ્ફોટના ચોક્કસ કારણની હજુ સુધી જાણ થઈ નથી. વધુમાં, ટેન્કરના ડ્રાઈવર અને ક્લીનરની પણ કોઈ માહિતી મળી શકી નથી. સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું અને અન્ય કોઈ દુર્ઘટના ન થાય તે માટે હાઈવે પરનો ટ્રાફિક પણ અટકાવી દેવાયો હતો.

આ પણ વાંચો : ચાંદીની કિંમત રૂ. 2 લાખને પાર, સોનું પણ ચમક્યું! જાણો લેટેસ્ટ રેટ