BIG NEWS | ચાંદી પહેલીવાર રૂ. 2 લાખને પાર, સોનું પણ ચમક્યું! જાણો લેટેસ્ટ રેટ

Gold and Silver Price News : દેશના કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીની કિંમતમાં નવો રૅકોર્ડ નોંધાયો છે. પ્રતિ કિલો ચાંદીના કિંમત 12 ડિસેમ્બરે રૂ. બે લાખને પાર થઈને રૂ. 2,00,362 સુધી પહોંચી ગઈ હતી, જે નવો ઑલ ટાઇમ હાઇ રૅકોર્ડ છે.
માઇક્રોસોફ્ટને પછાડીને પાંચમી સૌથી મોટી એસેટ
આજે ચાંદી એમસીએક્સ પર રૂ. 1,984ના ઘટાડા સાથે પ્રતિ કિલો રૂ. 1,96,958 ભાવે સાથે ખૂલી હતી, પરંતુ બાદમાં તેમાં તેજી જોવા મળી હતી. આ સાથે ચાંદી માઇક્રોસોફ્ટને પછાડીને દુનિયાની પાંચમી સૌથી મોટી એસેટ બની ગઈ છે. આમ, એક જ સપ્તાહમાં ચાંદીના ભાવમાં રૂ. 17,000નો વધારો નોંધાયો છે.
ડિસેમ્બરમાં ચાંદીના ભાવમાં 25,381 રૂપિયાનો વધારો
નવેમ્બરના છેલ્લા કારોબારના દિવસે ચાંદીનો ભાવ 1,74,981 રૂપિયા નોંધાયો હતો. એ રીતે જોઈએ તો ડિસેમ્બરમાં આજની તારીખ સુધીમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 25,381 સુધી પહોંચી ગયો છે.
આ પણ વાંચો : સુપરપાવર દેશોનું અલગ ગ્રુપ! ભારત અને ચીન સહિત આ 5 પાર્ટનર, જાણો ટ્રમ્પનો નવો 'C5' પ્લાન
સોનાની કિંમતમાં પણ રૅકોર્ડબ્રેક વધારો
આ સાથે સોનાએ પણ નવા રૅકોર્ડ બનાવ્યા છે. એમસીએક્સના આંકડા પ્રમાણે, સોનાના ભાવ રૂ. 1,642ના વધારા સાથે રૂ. 1,34,111 સુધી પહોંચી ગયા છે. સોનામાં પણ 17 ઑક્ટોબર પછી પહેલીવાર રૅકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. આજે સવારે સોનું સામાન્ય ઘટાડા સાથે રૂ. 1,32,442ના ભાવ સાથે ખૂલ્યું હતું અને બાદમાં રૂ. 1,32,469 પર બંધ થયું હતું. ડિસેમ્બરમાં સોનાના ભાવમાં રૂ. 3,649નો વધારો જોવા મળ્યો છે.
ચાંદીની ભાવો ઉછળવાનું કારણ
જાણકારોનું કહેવું છે કે, અમેરિકન ફેડરલ બૅંક દ્વારા વ્યાજદરમાં ઘટાડો કર્યો છે, જ્યારે સોના-ચાંદીની જેટલી માંગ છે, તેટલો પુરવઠો મળી રહ્યો નથી. આ ઉપરાંત અમેરિકાએ મેક્સિકો પર 50 ટકા ટેરિફ ઝીંકી દીધો છે. આ કારણોસર સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો થયો છે. રિપોર્ટ મુજબ ચાંદીના ભાવ વર્ષ 2026ના પ્રથમ છ મહિનાની અંદર રૂ. 2.50 લાખ સુધી પહોંચવાનો અંદાજ છે.

