Get The App

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
LPG Cylinder Delivery

LPG Cylinder Delivery: દેશભરમાં LPG ગેસ સિલિન્ડરની ડિલિવરી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે HP ગેસ, ઇન્ડેન અને ભારત ગેસ જેવી કંપનીઓ ગ્રાહકોની સુરક્ષા માટે DAC (Delivery Authentication Code) સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે. આ ફેરફારની સાથે વધી રહેલી સાયબર ઠગાઈને ધ્યાનમાં રાખીને ગેસ કંપનીઓએ ગ્રાહકો માટે ખાસ ઍલર્ટ પણ જાહેર કર્યું છે. 

LPG સિલિન્ડર માટે નવી DAC સિસ્ટમ: જાણો શું છે આ ફેરફાર?

હવેથી જ્યારે પણ તમારા ઘરે ગેસ સિલિન્ડરની ડિલિવરી આવશે, ત્યારે તમારે ડિલિવરી બોયને એક ખાસ કોડ આપવો પડશે, જેને DAC કહેવામાં આવે છે. આ એક પ્રકારનો સિક્યોરિટી કોડ અથવા OTP છે, જે સિલિન્ડર બુકિંગ કર્યા પછી ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવે છે. જ્યારે ડિલિવરી બોય ઘરે આવે ત્યારે જ આ કોડ તેને આપવાનો રહેશે. કોડ મેચ થયા પછી જ ડિલિવરી પૂર્ણ ગણાશે. આ સિસ્ટમનો મુખ્ય હેતુ ગેસ સિલિન્ડરની ખોટી ડિલિવરી રોકવા અને પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે.

HP ગેસનું એલર્ટ: ઠગાઈથી બચવા માટે આ વાતોનું રાખો ધ્યાન

HP ગેસ દ્વારા સોશિયલ મીડિયા પર ગ્રાહકોને સાવધ કરવામાં આવ્યા છે કે ઘણા ઠગ નકલી મેસેજ મોકલીને લોકો પાસેથી OTP માંગી રહ્યા છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે સત્તાવાર મેસેજ હંમેશા 'VM-HPGASc-S' જેવી ઓફિશિયલ સેન્ડર ID પરથી જ આવે છે. HP ગેસના કર્મચારીઓ ક્યારેય પણ ફોન કોલ, WhatsApp કે કોઈ લિંક દ્વારા OTP માંગતા નથી. જો કોઈ મેસેજમાં જલ્દી કાર્યવાહી કરવાનું દબાણ કરવામાં આવે અથવા શંકાસ્પદ લિંક હોય, તો તેને તાત્કાલિક નજરઅંદાજ કરો.

ગ્રાહકો માટે જરૂરી સુરક્ષા ટિપ્સ

ગેસ કંપનીઓએ ડિલિવરી સમયે કેટલીક સાવચેતી રાખવાની સલાહ આપી છે:

- સૌથી પહેલા એ તપાસો કે તમે ખરેખર સિલિન્ડર બુક કરાવ્યું છે કે નહીં. બુકિંગ વગર મેસેજ આવે તો સાવધાન થઈ જવું.

- મેસેજમાં બુકિંગ નંબર, ઇનવોઇસ નંબર અને 6 અંકોનો DAC કોડ હોવો જોઈએ.

- આ કોડ માત્ર ત્યારે જ શેર કરો જ્યારે ડિલિવરી બોય સિલિન્ડર લઈને તમારા ઘરે પહોંચે.

- ફોન કોલ પર ક્યારેય પણ DAC કે OTP કોઈને આપવો નહીં.

આ પણ વાંચો: રાહુલ ગાંધી અને વિજય થલાપતિની રીલ અંગે વિવાદ, કોંગ્રેસે કેન્દ્ર સામે લગાવ્યાં ગંભીર આરોપ

ઇન્ડેન અને ભારત ગેસના ગ્રાહકો માટે સૂચના

ઇન્ડેન અને ભારત ગેસના ગ્રાહકોએ પણ સજાગ રહેવાની જરૂર છે. ઇન્ડેનના સત્તાવાર મેસેજ સામાન્ય રીતે VK-INDANE અથવા VM-INDANE જેવી ID પરથી આવે છે. જો મેસેજનું ફોર્મેટ અલગ લાગે અથવા કોઈ અજાણી વ્યક્તિ જલ્દીમાં જાણકારી માંગે, તો તે સાયબર ફ્રોડ હોઈ શકે છે. સાયબર ઠગાઈના વધતા કિસ્સાઓ વચ્ચે તમારી થોડી સાવધાની તમને મોટા આર્થિક નુકસાનથી બચાવી શકે છે. કોઈ પણ શંકાના કિસ્સામાં તમારી ગેસ એજન્સી અથવા કંપનીના ઓફિશિયલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો હિતાવહ છે.