India

Live : રાજ્યસભામાં એન્ટિ પેપર લીક બિલ પર ચર્ચા પહેલા વિપક્ષનું વૉકઆઉટ, સત્તાપક્ષનો વળતો પ્રહાર

By GS Team
30 Jul 20261 min read
TukuTouch Logo
સંસદના ચોમાસુ સત્રમાં હોબાળો યથાવત્ છે. ગઈકાલે રાહુલ ગાંધીના નિવેદન બાદ લોકસભામાં એન્ટિ પેપર લીક બિલ પાસ થયું. આજે રાજ્યસભામાં આ બિલ પર ચર્ચા થવાની હતી, પરંતુ વિપક્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીની માગ સાથે વોકઆઉટ કરતા કાર્યવાહી ખોરવાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

Live : રાજ્યસભામાં એન્ટિ પેપર લીક બિલ પર ચર્ચા પહેલા વિપક્ષનું વૉકઆઉટ, સત્તાપક્ષનો વળતો પ્રહાર

Parliament Monsoon Session : ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન બાદથી ભારે હોબાળો યથાવત્ છે. લોકસભામાં એન્ટિ પેપર લીક બિલને મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે આજે આ બિલ રાજ્યસભામાં રજૂ થવાનું હતું અને તેના પર ચર્ચા થવાની હતી. જોકે એ પહેલા જ વિપક્ષે હોબાળો મચાવતા રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીની માગ સાથે વૉકઆઉટ કર્યું હતું.

Live Updates
30 Jul 2026 | 06:25 AM

રાજ્યસભામાં મજબૂત કોણ?

રાજ્યસભાની કુલ 245 સીટોમાંથી હાલ 3 સીટો ખાલી હોવાથી 242 સાંસદોનું સંખ્યાબળ છે, જેથી સામાન્ય બિલ પાસ કરાવવા માટે 122 સાંસદોના સમર્થનની જરૂર પડે છે. ભાજપની આગેવાની હેઠળના NDA પાસે હાલ 152 રાજ્યસભા સાંસદોનું મજબૂત સમર્થન છે, જે બહુમતીના આંકડા કરતાં ઘણું વધારે હોવાથી સરકાર ‘એન્ટી પેપર લીક બિલ’ આસાનીથી પસાર કરાવી લેશે. બીજી તરફ, કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા ગઠબંધન પાસે 63 અને અન્ય વિપક્ષી દળો પાસે 29 સાંસદો છે; આમ જો સમગ્ર વિપક્ષ એક થઈ જાય તો પણ તેમની પાસે માત્ર 92 સાંસદોનું જ બળ રહે છે. 

30 Jul 2026 | 06:19 AM

રાજ્યસભામાંથી કોંગ્રેસ સહિત વિપક્ષી દળોનું વૉકઆઉટ

દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને પેલેટ ગનના ઉપયોગ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહના જવાબની માંગ સાથે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યા બાદ રાજ્યસભામાંથી વૉકઆઉટ કર્યું હતું. વિપક્ષના વૉકઆઉટ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ વિપક્ષના આ વલણની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું કે વિપક્ષ દરેક ચર્ચામાં હારી રહ્યો છે તેથી માત્ર વિરોધ પૂરતો જ રસ ધરાવે છે. કેન્દ્રીય મંત્રી જિંતેન્દ્ર સિંહ આજે 'એન્ટિ પેપર લીક બિલ' રજૂ કરશે, જેના પર બપોરે 2 વાગ્યાથી ચર્ચા થશે.

30 Jul 2026 | 06:19 AM

રાજ્યસભામાં આજે 'એન્ટિ પેપર લીક બિલ' રજૂ કરાશે

એક દિવસ પહેલા જ લોકસભામાં ધ્વનિમતથી પસાર થઈ ચૂકેલું 'એન્ટિ પેપર લીક બિલ' આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. લોકસભામાં પીએમઓ રાજ્યમંત્રી ડૉ. જિંતેન્દ્ર સિંહે આ બિલ રજૂ કર્યું હતું અને લાંબી ચર્ચા બાદ તેને મંજૂરી મળી હતી.

30 Jul 2026 | 06:19 AM

રાજ્યસભામાં 'અમિત શાહ ગૃહમાં આવો'ના નારા સાથે ભારે હોબાળો

રાજ્યસભામાં વિપક્ષી સાંસદો વેલમાં આવીને હોબાળો અને નારેબાજી કરી રહ્યા છે. દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને પેલેટ ગન યુઝ કરવા મુદ્દે વિપક્ષે "અમિત શાહ ગૃહમાં આવો...", "પેલેટ ગન પર જવાબ આપો" જેવા જોરદાર નારા લગાવ્યા હતા.

30 Jul 2026 | 06:19 AM

લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત

લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ અધ્યક્ષ ઓમ બિરલાએ રાષ્ટ્રમંડળ રમતોમાં પદક જીતનારા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારપૂર્વ વિપક્ષના હોબાળાને જોતાં સ્પીકરે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.