India

જેડી વેન્સની ટિપ્પણી અયોગ્ય અને અપમાનજનક: વિઝા મુદ્દે અમેરિકાની તવાઈ પર ભારતનો જવાબ

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકી શ્રમ વિભાગે PERM પ્રોગ્રામ અંગે નિર્ણય લેતા, ભારતે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે PERM, H-1B વીઝાથી અલગ છે, અને તેની હાલના H-1B ધારકો પર સીધી અસર નહીં થાય. જોકે, ગ્રીન કાર્ડ પ્રક્રિયા પર અસર પડી શકે છે. ભારતે ટેલેન્ટ મોબિલિટીનું મહત્ત્વ સમજાવતા, અમેરિકી ઉપપ્રમુખની ટિપ્પણીઓને અપમાનજનક ગણાવી છે. ભારત આ સમગ્ર મામલે બારીક નજર રાખી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જેડી વેન્સની ટિપ્પણી અયોગ્ય અને અપમાનજનક: વિઝા મુદ્દે અમેરિકાની તવાઈ પર ભારતનો જવાબ

Indian professionals Green Card : અમેરિકી શ્રમ વિભાગ દ્વારા અમુક કંપનીઓ માટે પર્મેનેન્ટ લેબર સર્ટિફિકેશન (PERM) પ્રોગ્રામ અંગે લેવાયેલા નિર્ણય પર ભારતના વિદેશ મંત્રાલયે (MEA) સત્તાવાર નિવેદન જારી કર્યું છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે PERM એ H-1B વીઝા પ્રોગ્રામથી તદ્દન અલગ છે. PERM અરજીઓ સ્થગિત થવાથી હાલના H-1B વીઝાની માન્યતા કે તેના ધારકો અને તેમના આશ્રિતોની સ્થિતિ પર સીધી કોઈ અસર થતી નથી. જો કે, અસરગ્રસ્ત કંપનીઓના પાત્ર કર્મચારીઓની કાયમી નાગરિકતા એટલે કે ગ્રીન કાર્ડ (Permanent Residency) પ્રક્રિયા પર ચોક્કસપણે થોડી અસર પડી શકે છે.

બંને દેશો માટે ટેલેન્ટ મોબિલિટીનું મહત્ત્વ

વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે પ્રતિભાની આપ-લે (Talent Mobility) બંને અર્થવ્યવસ્થાઓ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને તે પરસ્પર લાભદાયી છે. એક તરફ તે ભારતીયો માટે તકો ઊભી કરે છે, તો બીજી તરફ અમેરિકી કંપનીઓને અત્યાધુનિક પ્રતિભા, સંશોધન, ઉત્પાદકતા, નવીનતા અને સ્પર્ધાત્મકતામાં મદદ કરે છે તેમજ અમેરિકામાં શેરહોલ્ડરની સંપત્તિનું સર્જન કરે છે. અમેરિકા દ્વારા ઉઠાવવામાં આવેલા આ પગલાં બંને દેશોની પરસ્પર મહત્ત્વાકાંક્ષાઓ સાથે સુસંગત નથી અને અમારી અપેક્ષા છે કે તમામ સંબંધિત પક્ષો આ વાસ્તવિકતાને સમજશે.

ઔપનિવેષિક વારસાવાળી ભાષા પ્રત્યે નારાજગી

આ સંદર્ભમાં અમેરિકી ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ અંગે પણ વિદેશ મંત્રાલયે સખત વાંધો વ્યક્ત કર્યો છે. મંત્રાલયે જણાવ્યું કે આવી ટિપ્પણીઓ બિનજરૂરી છે અને તે એ હકીકતને નજરઅંદાજ કરે છે કે અમેરિકામાં રહેતા ભારતીય વ્યાવસાયિકો ત્યાંની અર્થવ્યવસ્થા અને ઇનોવેશન ઇકોસિસ્ટમમાં ઉચ્ચ શિક્ષિત અને કુશળ યોગદાનકર્તા છે. અમેરિકાનો પોતાનો ઇતિહાસ પણ પેઢી દર પેઢી ઇમિગ્રન્ટ્સના શ્રમ અને ઇનોવેશનથી ઘડાયો છે. આવી સ્થિતિમાં, પીડાદાયક ઐતિહાસિક અને સંસ્થાનવાદી (Colonial) વારસાની છાપ ધરાવતા શબ્દોનો ઉપયોગ કરવો અત્યંત અપમાનજનક છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેડી વેન્સ દ્વારા ભારતીયોને બંધવા મજુર જેવા શબ્દો દ્વારા ઓળખવામાં આવ્યા બાદ ભારતીય કોમ્યુનિટી સહિત ભારે ગરમાવો આવ્યો હતો. ભારતીય નાગરિકો ઉપરાંત NRI દ્વારા પણ આ શબ્દપ્રયોગ સામે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.