India

કેરળમાં સત્તા પરિવર્તનના એંધાણ? પરિણામ પહેલા જ CM વિજયને સોશિયલ મીડિયા પરથી 'મુખ્યમંત્રી' શબ્દ હટાવ્યો

By GS TEAM
3 May 20262 mins read
TukuTouch Logo
કેરળ વિધાનસભા ચૂંટણી-2026નું ચોથી મેએ પરિણામ જાહેર થાય તે પહેલા રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પોતાના સોશિયલ મીડિયા બાયોમાંથી ‘મુખ્યમંત્રી’ શબ્દ હટાવી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વિજયને સત્તા પરિવર્તનના સંભવિત સંકેત આપ્યા હોયો, તેવી રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હવે તેમના બાયોમાં ‘પોલિત બ્યુરો સભ્ય, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)’ લખેલું દેખાઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેરળમાં સત્તા પરિવર્તનના એંધાણ? પરિણામ પહેલા જ CM વિજયને સોશિયલ મીડિયા પરથી 'મુખ્યમંત્રી' શબ્દ હટાવ્યો

Kerala Election 2026 Results : કેરળ વિધાનસભા ચૂંટણી-2026નું ચોથી મેએ પરિણામ જાહેર થાય તે પહેલા રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પોતાના સોશિયલ મીડિયા બાયોમાંથી ‘મુખ્યમંત્રી’ શબ્દ હટાવી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વિજયને સત્તા પરિવર્તનના સંભવિત સંકેત આપ્યા હોયો, તેવી રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હવે તેમના બાયોમાં ‘પોલિત બ્યુરો સભ્ય, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)’ લખેલું દેખાઈ રહ્યું છે.

CM પિનરાઈએ બાયોમાંથી ‘મુખ્યમંત્રી’ શબ્દ કેમ હટાવ્યો?

સીએમ પિનરાઈ વિજયન (CM Pinarayi Vijayan)ના આ નિર્ણય બાદ અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ચોથી મેએ પરિણામ જાહેર થયા પહેલા તેમણે ‘બાયો ફેરફાર’ કર્યો છે. કેટલાક લોકો આ ફેરફારને રાજકીય સંદેશ માની રહ્યા છે, તો કેટલાક લોકો તેને સામાન્ય બાબત કહી રહ્યા છે. બીજીતરફ આ મુદ્દે મુખ્યમંત્રી કે તેમના ભારતીય સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી) (CPIM) પક્ષ તરફથી કોઈપણ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

ત્રીજી વખત સત્તામાં પરત આવવાનો પ્રયાસ

સીએણ વિજયન ધર્મદમ બેઠક પરથી ત્રીજી વખત ચૂંટણી લડ્યા છે. જ્યારે આ બેઠક પર કોંગ્રેસના સાથી પક્ષ લોકશાહી મોરચા (UDF)એ વીપી અબ્દુલ રશીદને અને ભાજપે કે. રંજીતને ઉમેદવાર બનાવ્યા હતા. પિનરાઈ વિજયને 2021ની વિધાનસભા ચૂંટણીમાં ધર્મદમ બેઠક પરથી 59.8 ટકા વોટ મળ્યા હતા, જ્યારે UDF ઉમેદવારને લગભગ 28.4 ટકા વોટ મળ્યા હતા. તો 2016માં તેમણે પહેલીવાર આ બેઠક પરથી ચૂંટણી લડતા આશરે 30 હજાર મતોના અંતરથી જીત નોંધાવી હતી.

આ પણ વાંચો : બાલ્કનીની ગ્રીલ બની ગઈ મોતની જેલ ! દિલ્હી એસી બ્લાસ્ટ કેસમાં બિલ્ડિંગની ડીઝાઈને લીધા 9 જીવ

એક્ઝિટ પોલમાં LDFને ફટકો

આ વખતે આવેલા એક્ઝિટ પોલના આંકડાઓમાં ડાબેરી લોકશાહી મોરચા (LDF)ને ફટકો પડવાના સંકેત મળ્યા છે. અનેક સર્વેક્ષણોમાં કોંગ્રેસના સાથી પક્ષ UDFને લીડ મળતી દેખાઈ રહી છે. કેટલાક અનુમાનમાં UDFને સ્પષ્ટ બહુમતી મળવાની શક્યતા છે, જ્યારે LDFની બેઠકોમાં ઘટાડો થવાનું અનુમાન છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA)ને મર્યાદિત બેઠકો મળવાનું અનુમાન છે.

4 મેએ પરિણામ

કેરળ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. આ જ દિવસે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો પણ સામે આવશે. આ દરમિયાન, મુખ્યમંત્રીના સોશિયલ મીડિયા બાયોમાં ફેરફારે સત્તા પરિવર્તનને લઈને ચર્ચા વધુ તેજ કરી દીધી છે.

આ પણ વાંચો : લેન્ડિંગ સમયે વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલીને કૂદી ગયો મુસાફર! 1 કલાક સુધી બંધ રહ્યો ચેન્નઈ એરપોર્ટનો રનવે