US બાદ હવે UKના આકાશમાં રહસ્યમયી ‘ઓબ્જેક્ટ’ દેખાતા હડકંપ, રડારમાં પણ ન પકડાયા, રશિયા પર આશંકા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UK RAF Pilots Spot Two Mysterious Objects At 17000 Feet: બ્રિટનમાં રોયલ એરફોર્સ RAFના પાઇલટોએ 17,000 ફૂટની ઊંચાઈએ બે રહસ્યમય ઊડતા ઓબ્જેક્ટ એટલે કે UFO ડ્રોન જોયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ બન્ને ડ્રોન રડારમાં પણ પકડાયા નહોતા. તપાસ છતાં આ ઓબ્જેક્ટ્સની ઓળખ થઈ શકી નથી અને કોઈ ચોક્કસ દેશ સાથે તેનો સંબંધ પણ સાબિત થયો નથી. આ બંને ઘટનાઓ ફેબ્રુઆરી 2026 માં ઉત્તરીય સમુદ્રની ઉપર માત્ર પાંચ દિવસના અંતરે બની હતી. એક ઘટનામાં ઓબ્જેક્ટ વિમાનની એટલી નજીકથી પસાર થયો કે, પાઇલટે ડરીને માથું નીચું કરી લીધું હતું, જ્યારે બીજી ઘટનામાં ફાઇટર જેટના પાઇલટે કારના ટાયર જેવા કાળા ગોળાકાર ઓબ્જેક્ટને વિમાન ઉપરથી પસાર થતા જોયું હોવાનો દાવો કરાયો હતો.
પહેલી અને બીજી ઘટનાની વિગતો
પહેલી ઘટના (18 ફેબ્રુઆરી 2026): ક્રૌમર કિનારા પાસે RAFનું વાયઝર વિમાન ફાઇટર જેટમાં હવામાં બળતણ ભરી રહ્યું હતું, ત્યારે 17,000 ફૂટની ઊંચાઈએ એક નાનો ડ્રોન જેવો ઓબ્જેક્ટ વિમાનથી માત્ર 100 થી 150 ફૂટ ઉપરથી પસાર થયો. રડાર સ્ક્રીન પર આ ઓબ્જેક્ટ દેખાયો નહોતો.
બીજી ઘટના (23 ફેબ્રુઆરી 2026): હમ્બરબ્રિજ/હમ્બરબ્રાઇડ કિનારાથી 30 માઇલ દૂર યુદ્ધાભ્યાસ કરી રહેલા ટાયફૂન ફાઇટર જેટથી 300 ફૂટ ઉપર કાળા રંગની ગોળ વસ્તુ પસાર થઈ હતી.
400 ફૂટની મર્યાદા અને સવાલો
બ્રિટનમાં સામાન્ય ડ્રોન ઉડાડવાની કાયદાકીય મર્યાદા 400 ફૂટ એટલે કે 120 મીટર છે. ત્યારે 12,000 થી 17,000 ફૂટની ઊંચાઈએ આ રહસ્યમય ઓબ્જેક્ટ્સ શું કરી રહ્યા હતા, તે અંગે સવાલો ઉભા થયા છે. IISS ના જુલાઈ 2026 ના રિપોર્ટ મુજબ, ઓગસ્ટ 2024 થી ફેબ્રુઆરી 2026 વચ્ચે નાટો દેશોમાં આવી 144 ઘટનાઓ બની છે, જેમાં રશિયાની શેડો ફ્લીટ એટલે કે, ઓઈલ ટેન્કરો દ્વારા ડ્રોન લોન્ચ કરવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
શું રશિયાની જાસૂસી પ્રવૃત્તિઓ સાથે છે કોઈ સંબંધ?
બ્રિટન અને યુરોપના સૈન્ય મથકો આસપાસ ડ્રોન દેખાવાની ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ (IISS) ની રિપોર્ટ મુજબ, ઓગસ્ટ 2024 થી ફેબ્રુઆરી 2026 વચ્ચે 12 નાટો દેશો અને આયર્લેન્ડમાં ડ્રોન સંબંધિત 144 ઘટનાઓ નોંધાઈ છે. રિપોર્ટ અનુસાર, રશિયા આ પ્રવૃત્તિઓ માટે પોતાના શેડો ફ્લીટનો ઉપયોગ કરી રહ્યું હોવાની આશંકા છે, પરંતુ આ બંને ઘટનાઓ રશિયા સાથે સીધી જોડાયેલી હોવાના પુરાવા મળ્યા નથી.
અમેરિકા અને ચીન સાથે સંકળાયેલી ભૂતકાળની ઘટનાઓ
બ્રિટનની આ ઘટનાઓના થોડા જ અઠવાડિયા બાદ અમેરિકાના વોશિંગ્ટન ડીસી સ્થિત ફોર્ટ મેકનાયર સૈન્ય મથક પાસે પણ અજ્ઞાત ડ્રોન દેખાયા હતા. આ અગાઉ વર્ષ 2023 માં અમેરિકાના આકાશમાં ચીનનો એક મોટો સરવેલન્સ બલૂન દેખાયો હતો, જેને તત્કાલીન અમેરિકાના પ્રમુખ જો બાઈડનના આદેશથી તોડી પાડવામાં આવ્યો હતો.
બ્રિટનની સુરક્ષા વ્યવસ્થા કેટલી તૈયાર?
બ્રિટીશ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે શંકાસ્પદ ડ્રોન પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને ઓબ્જેક્ટ્સને ઓળખવાની ટેક્નોલોજીમાં સુધારો કરાયો છે. સરકારે વ્યાપક હવાઈ સુરક્ષા અને એન્ટી-ડ્રોન ટેક્નોલોજી માટે 2 અબજ પાઉન્ડથી વધુના રોકાણની જાહેરાત કરી છે.




