Assam Election Result : પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરાલા, આસામ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. ત્રણ રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો છે, તો એકમાં કોંગ્રેસ અને એકમાં અભિનેતા થલાપતિ વિજયની પાર્ટીની જીત થઈ છે. આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં સૌથી મોટો ઝટકો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી(AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. આપ એવી શરમજનક સ્થિતિમાં મૂકાયું છે કે, તેને એક ટકાથી પણ ઓછા મત મળ્યા છે.
અસમમાં કેજરીવાલની પાર્ટી ઊંધા માથે પછડાઈ
અસમમાં કુલ 126 વિધાનસભા બેઠકો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ માત્ર 21 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. AAPએ ભાજપ પહેલા જ ઉમેદવારોના નામની જાહેરાત કરીને એવા સંકેત આપ્યા હતા કે, પાર્ટી અસમના ચૂંટણી જંગમાં પહેલેથી જ તૈયાર છે. કેજરીવાલની પાર્ટીએ જે ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો હતો, તેઓને રાજ્યમાં કે રાષ્ટ્રીય સ્તરે ખાસ કોઈ ઓળખતું નથી, પરંતુ તે ઉમેદવારો હાથમાં ઝાડુ લઈને અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના વિજનને આગળ વધારી રહ્યા હતા.
આ પણ વાંચો : મમતાના ગઢમાં 'કમળ' ખીલ્યું, તમિલનાડુમાં 'વિજયભવ', કેરલમમાં કોંગ્રેસ અને આસામમાં ભાજપ
AAPને નોટાથી પણ ઓછા મત
અસમમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ખાસ પ્રભાવ દેખાડવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. બપોર સુધીમાં આપને માત્ર 0.13 ટકા મત મળ્યા છે. જ્યારે રાજ્યમાં નોટાને 1.30 ટકા મળ મળ્યા છે. લગભગ ભાજપે રાજ્યમાં 40 ટકા વોટ શેર મેળવીને પ્રચંડ જીત મેળવી છે.
3 રાજ્યમાં ભાજપ, 1માં કોંગ્રેસ, 1માં TVK
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃમણૂલ કોંગ્રેસ (TMC)ને મોટી પછડાટ આપીને કમળ ખીલ્યું છે, તો તમિલનાડુમાં પહેલી વખત ચૂંટણી લડનાર અભિનેતા થલપતિ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કડગમે (TVK) રાજ્યની સત્તા સુધી પહોંચી ગયા છે. આ ઉપરાંત કેરલમમાં કોંગ્રેસના ગઠબંધન યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે(UDF) સીપીઆઇએમની આગેવાની હેઠળના શાસક ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) પાસેથી સત્તા આંચકી લીધી છે. જ્યારે આસામમાં અને પુડુચેરીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે.


