India

હત્યાના કેસમાં ફસાયેલા જાણીતા અભિનેતાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, જામીન અરજી ફગાવી

By GS Team
14 Aug 20252 mins read
This article was originally published on 14 Aug 2025
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કન્નડ ફિલ્મ અભિનેતા દર્શનને તગડો ઝટકો વાગ્યો છે. સુપ્રીમ કોર્ટે દર્શનને ચાહક રેણુકાસ્વામીની હત્યા મામલે કર્ણાટક હાઈકોર્ટમાંથી મળેલા જામીન રદ કર્યા છે અને દર્શનની તુરંત ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હત્યાના કેસમાં ફસાયેલા જાણીતા અભિનેતાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, જામીન અરજી ફગાવી

Supreme Court on South Indian Actor Darshan's Bail: સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કન્નડ ફિલ્મ અભિનેતા દર્શનને તગડો ઝટકો વાગ્યો છે. સુપ્રીમ કોર્ટે દર્શનને ચાહક રેણુકાસ્વામીની હત્યા મામલે કર્ણાટક હાઈકોર્ટમાંથી મળેલા જામીન રદ કર્યા છે અને દર્શનની તુરંત ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.

જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે કર્ણાટક હાઈકોર્ટના બંને આરોપીના જામીનની અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બેન્ચે 24 જુલાઈના રોજ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

આ પણ વાંચોઃ 'અમેરિકા પર વિશ્વાસ ન કરતા, BRICS સાથે જોડાઓ..', અમેરિકન અર્થશાસ્ત્રીની ભારતને સલાહ

બેન્ચ તરફથી આદેશ આપતાં જસ્ટિસ મહાદેવને જણાવ્યું હતું કે, કર્ણાટક હાઈકોર્ટના આદેશ રદ કરવામાં આવ્યા છે. અને જામીન અરજી પણ રદ કરી છે. જસ્ટિસ જેબી પારડીવાલાએ પણ જણાવ્યું હતું કે, જસ્ટિસ મહાદેવનનો નિર્ણય ન્યાયી છે. તે સંદેશ આપે છે કે, આરોપી ગમે તેટલો મોટો હોય, તે કાયદાથી ઉપર ન હોઈ શકે. તે એક મજબૂત સંદેશ પણ આપે છે કે કોઈપણ સ્તરે ન્યાય આપતી સંસ્થાએ કોઈપણ કિંમતે કાયદાનું શાસન જાળવી રાખવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર કે નીચે નથી." આ આદેશ ઉપરાંત, કોર્ટે જેલમાં આરોપીઓને વિશેષ સુવિધાઓ પૂરી પાડવા અંગે પણ ચેતવણી આપી છે. કોર્ટે કહ્યું, 'જે દિવસે અમને ખબર પડશે કે આરોપીઓને ફાઇવ સ્ટાર સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે... તે દિવસે અમારું પહેલું પગલું સુપરિન્ટેન્ડેન્ટ અને અન્ય તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનું હશે.'