જમ્મુ કાશ્મીર રાજ્યસભા ચૂંટણીના પરિણામ: ત્રણ બેઠકો પર નેશનલ કોન્ફરન્સ જ્યારે એક પર ભાજપનો વિજય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image Twitter |
Jammu Kashmir Rajya Sabha elections: જમ્મુ કાશ્મીરમાં રાજ્યસભાની ચાર બેઠકો પર થયેલી ચૂંટણીના પરિણામોની જાહેરાત થઈ ગઈ છે. ચારમાંથી ત્રણ બેઠકો પર નેશનલ કોંગ્રેસ (NC)ના ઉમેદવારોની જીત થઈ છે, જોકે ચૌથી બેઠક ભાજપે જીતી છે.
ભાજપના સત શર્માને 32 મત મળ્યા
નેશનલ કોન્ફરન્સના ઉમેદવારો ચૌધરી મોહમ્મદ રમઝાન, સજ્જાદ અહેમદ કિચલૂ અને શમી ઓબેરોય ચૂંટણી જીત્યા છે. જ્યારે ચોથી બેઠક પર ભાજપના સત શર્મા જીત્યા છે. સત શર્માને 32 મત મળ્યા છે. સત શર્મા હાલમાં જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રમુખ છે.
નેશનલ કોન્ફરન્સના ચૌધરી મોહમ્મદ રમઝાન 58 મત મળ્યા
પાર્ટીના નિવેદન પ્રમાણે નેશનલ કોન્ફરન્સના ચૌધરી મોહમ્મદ રમઝાન 58 મત મળ્યા હતા. તેમનો મુકાબલો ભાજપના અલી મોહમ્મદ મીર સામે હતો. બીજી બેઠક પર નેશનલ કોન્ફરન્સના સજ્જાદ અહેમદ કિચલૂનો મુકાબલો ભાજપના રાકેશ મહાજન સામે હતો. કોંગ્રેસ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ પણ ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સને ટેકો આપ્યો હતો.
ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા રહેશે હાજર
નોંધનીય છે કે, ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા જમ્મુ -કાશ્મીર વિધાનસભામાં વિજેતા ઉમેદવારોને અભિનંદન આપવા માટે હાજર રહ્યા છે. રાજ્યસભાની ચાર બેઠકોના પરિણામો જાહેર થયા પછી ઓમર અબ્દુલ્લા શ્રીનગરમાં મીડિયાને સંબોધિત કરશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની કુલ ચાર બેઠકો માટે ચૂંટણીપંચે ત્રણ અલગ-અલગ અધિસૂચનાઓ બહાર પાડી હતી. જેમાથી બે બેઠકો માટે અલગથી મતદાન થયું હતું, જ્યારે બાકીની બે બેઠકો માટે સામાન્ય સૂચના હેઠળ ચૂંટણી યોજાઈ હતી. નોંધનીય છે કે ચારેય બેઠકો માટે ચૂંટણી શુક્રવારે યોજાઈ હતી.








