India

ચૂંટણી પહેલા જ ભાજપમાં ભયંકર બબાલ: એક બાદ એક રાજીનામા, રસ્તા પર ઉતર્યા નેતાઓ

By GS Team
31 Aug 20243 mins read
This article was originally published on 31 Aug 2024
TukuTouch Logo
જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે મોટો પડકાર સામે આવ્યો છે. ચૂંટણી માટે ટિકિટ વિતરણ અંગે પક્ષમાં ભારે હોબાળો થયો છે જે શાંત થવાનો નામ નથી લઇ રહ્યો. ભાજપના કાર્યકરો પોતાના પક્ષ વિરૂદ્ધ જ પ્રદર્શનો કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા કાર્યકરો ભાજપ દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોની યાદી બદલવા માંગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી પહેલા જ ભાજપમાં ભયંકર બબાલ: એક બાદ એક રાજીનામા, રસ્તા પર ઉતર્યા નેતાઓ

Jammu and Kashmir Election: જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે મોટો પડકાર સામે આવ્યો છે. ચૂંટણી માટે ટિકિટ વિતરણ અંગે પક્ષમાં ભારે હોબાળો થયો છે જે શાંત થવાનો નામ નથી લઇ રહ્યો. ભાજપના કાર્યકરો પોતાના પક્ષ વિરૂદ્ધ જ પ્રદર્શનો કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા કાર્યકરો ભાજપ દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોની યાદી બદલવા માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પણ એક પછી એક રાજીનામાં આપી રહ્યા છે. ચૂંટણી પહેલા જ આ ભયંકર બબાલે રાજ્યમાં ભાજપ નેતૃત્વની ચિંતા વધારી છે. પક્ષના દિગ્ગજ નેતાઓના વિરોધના કારણે રાજ્યમાં ભાજપને ભારે નુકસાન થઇ શકે છે.

ટિકિટ વિતરણ અંગે અસંતોષ

પાર્ટીમાં ટિકિટ વિતરણ અંગે રાજીનામું આપ્યા બાદ રાજ્યના દિગ્ગજ નેતા ચંદ્રમોહન શર્માએ કહ્યું હતું કે, 'ટિકિટોની અયોગ્ય વહેંચણીને લઈને પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ભારે અસંતોષ અને ગુસ્સો છે. તેઓ પોતાનો અસંતોષ વ્યક્ત કરવા વિરોધ કરી રહ્યા છે. હું ભાજપના સૌથી વરિષ્ઠ નેતાઓમાંથી એક છું અને હું અયોગ્ય વહેંચણીના કારણે દુઃખી છું. આથી અન્ય લોકો સાથે પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છું.'

વિરોધના કારણે અગાઉ રદ કરી હતી યાદી

નોંધનીય છે કે, ભાજપે સૌથી પહેલા 44 ઉમેદવારોની એક યાદી જાહેર કરી હતી. જો કે કાર્યકર્તાઓના ભારે વિરોધના કારણે એ યાદી રદ કરવાની નોબત આવી હતી. પહેલી યાદીમાં પક્ષના વરિષ્ઠ નેતાઓનું નામ ન હોવાના કારણે વિવાદ થયો હતો. નારાજગીને જોતાં ભાજપે યાદી રદ કરી હતી. ત્યારે સવાલ થઇ રહ્યો છે કે, શું ભાજપ ફરી ઉમેદવારોની જાહેર કરેલી યાદી રદ કરશે? પક્ષના નારાજ કાર્યકર્તાઓ પક્ષ વિરૂદ્ધ સતત વિરોધ કરી રહ્યા છે અને પક્ષના રાજકીય નેતૃત્વની ટીકા કરી રહ્યા છે. આ આંતરિક બળવાથી રાજ્યમાં ભાજપને મોટો ફટકો પડવાની સંભાવના છે. 

આ પણ વાંચોઃ મોટા નેતાઓમાં CM ઉમેદવાર બનવાની રેસથી કોંગ્રેસને થશે નુકસાન? મોવડી મંડળ નારાજ

નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન પણ પડકાર

જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચેનો ગઠબંધ પણ ભાજપ માટે મોટો પડકાર બની શકે છે કારણ કે કોંગ્રેસ જમ્મુ વિભાગમાં ભાજપને 20 બેઠકો સુધી મર્યાદિત રાખવાની યોજના ધરાવે છે. સ્થાનિક મુદ્દાઓ પર ભાજપનો વિરોધ નકારી શકાય તેમ નથી. 

ભાજપ આ મુદ્દા પર ચૂંટણી લડશે

ભાજપ આ ચૂંટણીમાં એ મુદ્દો જોરદાર રીતે ઉઠાવશે કે નેશનલ કોન્ફરન્સ (NC)ના ઢંઢેરામાં હરિશંકરાચાર્ય પર્વતનું નામ બદલીને તખ્ત-એ-સુલેમાન કરવાનું વચન છે. આ સાથે એનસી મેનિફેસ્ટોમાં પાકિસ્તાન સાથે વાતચીત અને મધ્યસ્થી દ્વારા કલમ 370 નાબૂદ કરવાની પણ વાત કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે, જમ્મુ ક્ષેત્રના હિંદુઓને આ મુદ્દાઓ પર કોંગ્રેસ સાથે મતભેદ હોઈ શકે છે. ભાજપના નેતાઓ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસેથી 370 અને 35A પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવાની માગણી કરતાં રહે છે.

આ પણ વાંચોઃ ખેડૂતોના આંદોલનને 200 દિવસ પૂરાં, શંભુ બોર્ડરે પહોંચી વિનેશ ફોગાટ, કહ્યું - અધિકારો લઈને જ પાછા આવજો

કલમ 370 હટાવ્યા બાદ  આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે 

જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. જેના પરિણામ 4 ઓક્ટોબરે જાહેર થવાની ધારણા છે. કલમ 370 હટાવ્યા બાદ અને કેન્દ્રશાસિત પ્રદેશો - જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજન કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે.