India

ભારતની ધરતી પરથી ઇરાન પ્રમુખના ટ્રમ્પ પર પ્રહાર, હોર્મુઝ ખોલવા સંકેત

By GS Team
13 Sep 20261 min read
TukuTouch Logo
અમેરિકા સાથેના તણાવ વચ્ચે ઇરાનના પ્રમુખ મસૂદ પેઝેસ્કિયા બ્રિક્સ સમિટ માટે ભારત આવ્યા હતા. તેમણે ટ્રમ્પનો ઉધડો લેતા, ડોલર છોડી રાષ્ટ્રીય ચલણમાં વેપાર વધારવા આહવાન કર્યું. હોર્મુઝ ખાડી ખોલવાના સંકેતો આપતા કહ્યું કે પશ્ચિમી પ્રતિબંધોથી વૈશ્વિક ખાદ્ય સુરક્ષા પર ખરાબ અસર પડે છે. ઇરાની નાગરિકો પરના હુમલા રોકવા આંતરરાષ્ટ્રીય સમુદાયને જવાબદાર ઠેરવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતની ધરતી પરથી ઇરાન પ્રમુખના ટ્રમ્પ પર પ્રહાર, હોર્મુઝ ખોલવા સંકેત

નવી દિલ્હી: અમેરિકાની સાથે વિવાદો વચ્ચે ઇરાનના પ્રમુખ બ્રિક્સ સમિટ માટે ભારતની મુલાકાતે આવ્યા હતા, ભારતની ધરતી પરથી તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉધડો લીધો હતો. સાથે બ્રિક્સ દેશોને ડોલર છોડીને નેશનલ કરન્સીમાં વેપાર વધારવાનું આહવાન કર્યું હતું. આ ઉપરાંત હોર્મુઝ ખાડી ખોલવાના સંકેતો પણ આપ્યા હતા.
ઇરાનના પ્રમુખ મસૂદ પેઝેસ્કિયાને રવિવારે બ્રિક્સ સમિટમાં કહ્યું હતું કે પશ્ચિમી તાકતો દ્વારા જે પણ પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે તેને કારણે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને લોકોની સુખાકારી પર ભયાનક અસર પડી રહી છે. ઇરાન પર તાજેતરમાં જ અમેરિકા દ્વારા આકરા પ્રતિબંધો મુકવામાં આવ્યા હતા. ઇરાનના ક્રૂડ ઓઇલને હોર્મુઝમાંથી અન્ય દેશો સુધી જતુ રોકવા અમેરિકાએ પોતાનું સૈન્ય ખડકી દીધુ છે. એવા સમયે ઇરાનના પ્રમુખે બ્રિક્સ દેશોના મંચ પરથી આ નિવેદન આપ્યું હતું.
અમેરિકા, ઇઝરાયેલના હુમલાને લઇને ઇરાનના પ્રમુખે કહ્યું હતું કે ઇરાને વર્ષો સુધી જે માળખુ તૈયાર કર્યું હતું તેનો નાશ વાળી દેવામાં આવ્યો, ઇરાનના નાગરિકોએ ભારે કિમત ચુકવવી પડી રહી છે.
નાગરિકો પર હુમલાને રોકવા અને તેની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવા તે આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટીની જવાબદારી છે.
આ સાથે જ બ્રિક્સ સમિટનું આયોજન કરવા બદલ ઇરાનના પ્રમુખે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે હોર્મુઝ ખાડીને લઇને પણ મોટા સંકેતો આપ્યા છે.