India

'વંદે માતરમ'નું અપમાન કરવું હવે ગુનો, સંસદના બંને ગૃહમાં બિલ પાસ; ચોમાસું સત્રમાં નહીં આવે 'એક દેશ, એક ચૂંટણી' બિલ

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
સંસદના ચોમાસું સત્રમાં 'વંદે માતરમ'ના અપમાનને ગુનો ગણાવતું બિલ પસાર થયું છે. જોકે, સરકારે 'એક દેશ, એક ચૂંટણી' બિલ રજૂ નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ બિલની સમીક્ષા કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ(JPC)નો કાર્યકાળ લંબાવાયો છે. હવે JPC શિયાળુ સત્રના છેલ્લા અઠવાડિયાના પહેલા દિવસે પોતાનો રિપોર્ટ સોંપશે, જે બાદ જ કાયદાકીય પ્રક્રિયા આગળ વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'વંદે માતરમ'નું અપમાન કરવું હવે ગુનો, સંસદના બંને ગૃહમાં બિલ પાસ; ચોમાસું સત્રમાં નહીં આવે 'એક દેશ, એક ચૂંટણી' બિલ

Parliament Monsoon Session : સંસદના ચાલી રહેલા ચોમાસું સત્ર વચ્ચે બે મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ 'વંદે માતરમ'નું અપમાન કરવાને ગુનો ગણાવતું બિલ સંસદના બંને ગૃહોમાં પાસ થઈ ગયું છે, તો બીજી તરફ સરકાર આ સત્રમાં 'એક દેશ, એક ચૂંટણી' સાથે જોડાયેલું બિલ રજૂ નહીં કરે. 'એક દેશ, એક ચૂંટણી' બિલની સમીક્ષા કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ(JPC)નો કાર્યકાળ લંબાવી દેવાયો છે. હવે આ સમિતિએ પોતાની રિપોર્ટ સંસદના શિયાળુ સત્રના છેલ્લા અઠવાડિયાના પહેલા દિવસે સોંપવાની રહેશે.

JPCનો કાર્યકાળ લંબાવાયો

'વન નેશન, વન ઈલેક્શન' સાથે જોડાયેલા બંધારણીય સુધારા વિધેયકની તપાસ કરી રહેલી JPCનો સમયગાળો વધારી દેવાયો છે. JPCનો કાર્યકાળ લંબાવાતાં હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ મામલે આગળની તમામ કાનૂની પ્રક્રિયાઓ શિયાળુ સત્રમાં રિપોર્ટ આવ્યા બાદ જ શરૂ થશે.

માર્ચમાં આવ્યો હતો ઈએસી-પીએમનો રિપોર્ટ

માર્ચ 2026માં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM) દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાથી સરકારી તિજોરી પરનું ભારણ ઘટશે અને વહીવટી સરળતા રહેશે. આ રિપોર્ટ આવ્યા બાદ જ આ બિલ સત્રમાં આવવાની અટકળો તેજ બની હતી.

એકસાથે ચૂંટણી કરાવવાના ફાયદા

રિપોર્ટ અનુસાર, દેશમાં એકસાથે ચૂંટણીઓ યોજવાથી 5 વર્ષના સમયગાળામાં ચૂંટણી ડ્યુટીમાં રોકાતા કર્મચારીઓની સંખ્યામાં આશરે 26 લાખ(આશરે 28%)નો ઘટાડો થશે. આ સિવાય ચૂંટણી પ્રક્રિયામાં વપરાતા કામકાજના કુલ દિવસોમાંથી આશરે 1.04 કરોડ દિવસોની મોટી બચત થશે.

શિક્ષણ અને સુરક્ષા વ્યવસ્થા પર અસર

ચૂંટણી ડ્યુટીમાં મોટાભાગે શિક્ષકોને મૂકવામાં આવે છે અને શાળાઓને મતદાન મથક બનાવાય છે. વારંવારની ચૂંટણીઓ બંધ થવાથી બાળકોના શિક્ષણનું નુકસાન અટકશે. આ ઉપરાંત, ચૂંટણી પંચના મતે અલગ-અલગ રાજ્યની ચૂંટણીઓ માટે વારંવાર સુરક્ષાદળો મોકલવાની જરૂર નહીં રહે, જેથી વહીવટી બોજમાં ચોક્કસપણે ઘટાડો થશે.