India

ઇન્સ્ટાગ્રામે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સમાપ્ત કર્યુ : કંપની મેસેજ વાંચી શકે છે

By GS TEAM
9 May 20262 mins read
ઇન્સ્ટાગ્રામે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સમાપ્ત કર્યુ  : કંપની  મેસેજ વાંચી શકે છે

- હવે ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરતા પહેલા વિચાર કરજો

- એન્ડ ટુ એન્ડ ડિસ્ક્રિપ્શન ચાલુ રાખવાથી મેસેજ લખનાર અને મેળવનાર જ તેને વાંચી શકતા હતાં 

નવી દિલ્હી : જો તમે ઇન્સ્ટાગ્રામ પર મિત્રો અથવા કોઇ વ્યકિત સાથે ચેટ કરો છો તો આ સમાચાર તમારા માટે ચોંકાવનારા છે. ૮ મે એટલે કે આજથી ઇન્સ્ટાગ્રામનાં મેસેજમાં  એન્ક્રિપ્શન સમાપ્ત થઇ ગયું છે. 

કંપનીએ અગાઉ જ જાહેરાત કરી હતી કે આઠ મેથી ઇન્સ્ટાગ્રામનાં ડાયરેક્ટ મેસેજ  એટલે કે ડીએમથી એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સમાપ્ત કરી દેવામાં આવશે.

અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામનાં ડીએમમાં એન્ડ ટુ એન્ડ ડિસ્ક્રિપ્શન આપવામાં આવતું હતું. જેને યુઝર જાતે ઓન કરી શકતા હતાં. આ ફિચર ચાલુ કરવા પર ચેટ સંપૂર્ણપણે એન્ક્રિપ્ટિડ રહેતી હતી. એટલે કે ફક્ત મેસેજ મોકલનાર અને મેસેજ મેળવનાર જ મેસેજ વાંચી શકતો હતો. કંપની પણ આ કન્ટેન્ટને જોઇ શકતી ન હતી.

હવે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સમાપ્ત થવાનો અર્થ એ છે કે કંપની યૂઝર્સની વાતચીત જોઇ અને વાંચી શકે છે. કંપનીએ દલીલ કરી છે કે લોકોને ઇન્સ્ટાગ્રામમાં આપવામાં આવેલ અન્ક્રિપ્શનમાં રસ રહ્યો નથી અને લોકો તેનો ઓછો ઉપયોગ કરી રહ્યાં છે. 

જો કે નિષ્ણાતોનું માનવું છે કે કંપની યુઝર્સ ડેટા પર એઆઇને ટ્રેક કરવા માટે આવું કરી રહી છે. આ જ કારણ છે કે આ નિર્ણયને લઇને પ્રાઇવેસી અંગે મોટી ચર્ચા શરૂ થઇ ગઇ છે. 

અનેક નિષ્ણાતોનું માનવું છે કે એન્ક્રિપ્શન હટી જવાને કારણે યુઝર્સની વાતચીત અગાઉ જેટલી સુરક્ષિત રહેશે નહીં. જો કે આ નિર્ણય પાછળ મેટાનો પોતાનો તર્ક પણ છે. 

ટેક કંપનીઓ વારંવાર જણાવે છે કે એન્ક્રિપ્શનને કારણે ખોટી પ્રવૃત્તિઓ પર નજર રાખવી મુશ્કેલ બની જાય છે. જો કે આ બાબત કંપનીનાં બેવડાં ધોરણો દર્શાવે છે. 

જયારે કંપનીએ ઇન્સ્ટાગ્રામમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન શરૂ કર્યુ હતું તો યુઝર્સની પ્રાઇવેસી  કંપની માટે ટોપ પર છે. જો કે હવે કંપની તેનાથી વિરુદ્ધ કરી રહી છે.