India

17 વર્ષની છોકરીએ આત્મહત્યા કરી, છેલ્લું પેઈન્ટિંગ જોઈ માતા-પિતા ભાંગી પડ્યા

By GS TEAM
2 Dec 20252 mins read
TukuTouch Logo
મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. શુક્રવારે આઝાદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના મુસાખેડીના ચૌધરી પાર્ક કોલોનીમાં 17 વર્ષીય રાધિકા દુબેના ફાંસીથી લટકતા મૃતદેહે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. ઘરના દરવાજા અને રૂમ અંદરથી બંધ હતો અને બહાર માત્ર ખામોશી હતી. અંદર એક 17 વર્ષની છોકરી જિદંગી સાથે સંઘર્ષ કરીને હારી ચૂકી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

17 વર્ષની છોકરીએ આત્મહત્યા કરી, છેલ્લું પેઈન્ટિંગ જોઈ માતા-પિતા ભાંગી પડ્યા

Indore 17 Year Old Girl Suicide: મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. શુક્રવારે આઝાદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના મુસાખેડીના ચૌધરી પાર્ક કોલોનીમાં 17 વર્ષીય રાધિકા દુબેના ફાંસીથી લટકતા મૃતદેહે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. ઘરના દરવાજા અને રૂમ અંદરથી બંધ હતો અને બહાર માત્ર ખામોશી હતી. અંદર એક 17 વર્ષની છોકરી જિદંગી સાથે સંઘર્ષ કરીને હારી ચૂકી હતી. 

17 વર્ષની છોકરીએ આત્મહત્યા કરી

પરિવાર જ્યારે કામ પરથી પરત ફર્યો ત્યારે રૂમમાં છોકરીને ફાંસીથી લટકતી જોઈને સ્તબ્ધ રહી ગયો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરંતુ કોઈ સુસાઈડ નોટ ન મળી. પરંતુ દિવાલ પરની બે પેઈન્ટિંગ ચોક્કસપણે એક ખૌફનાક ઈશારો છોડી ગઈ. એક પેઈન્ટિંગમાં એક યુવતી એક હાથથી ઈશારો કરતી દર્શાવવામાં આવી છે જાણે વિદાય લેતી વખતે બાય-બાય કહેતી હોય. છોકરીએ પેઈન્ટિંગમાં અલવિદા કહ્યું છે. બીજી પેઈન્ટિંગમાં એક શાંત પર્વતીય દ્રશ્ય હતું, જે અંદરના તુફાનને છુપાવવામાં નિષ્ફળ જાય છે.

પેઈન્ટિંગ જોઈ માતા-પિતા ભાંગી પડ્યા   

રાધિકા 11માં ધોરણમાં ભણતી હતી. પોલીસ તપાસ કરી રહી છે કે છોકરીએ આત્મહત્યા અભ્યાસ, પ્રેશર કે અન્ય કોઈ અદ્રશ્ય કારણસર કરી છે. પરિવારનું કહેવું છે કે તે કલામાં ડૂબી રહેતી શાંત છોકરી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેના વર્તનમાં થોડો ફેરફાર જોવા મળ્યો હતો, જેને કોઈએ ગંભીરતાથી નહોતો લીધો . "ગુડબાય" વાળું પેઈન્ટિંગ જોઈને માતા-પિતા ભાંગી પડ્યા છે.

આ પણ વાંચો: સંજય કપૂરની પ્રોપર્ટીમાં કરોડોનું કૌભાંડ? માતાએ મૂક્યા પત્ની સામે ગંભીર આરોપ

પોલીસે તપાસ હાથ ધરી

પોલીસે ઘટનાસ્થળનું પંચનામા તૈયાર કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. રાધિકાનો મોબાઈલ, નોટબુક અને બંને પેઈન્ટિંગ્સ જપ્ત કરીને તપાસ કરવામાં આવી રહી છે. 17 વર્ષની છોકરીના આત્મહત્યાનું કારણ શું હતું તે જાણવા માટે મિત્રો, શિક્ષકો અને પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડિજિટલ ફૂટપ્રિન્ટ, સોશિયલ મીડિયા ચેટ્સ અને તાજેતરની પ્રવૃત્તિઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.