Sunjay Kapur Property Row: સંજય કપૂરની માતા રાની કપૂરે આરોપ લગાવ્યો છે કે, સંપત્તિ વિવાદમાં પ્રિયા સચદેવે કોર્ટ સામે તેમની સંપત્તિ અંગે માહિતી છુપાવી છે. સ્વર્ગસ્થ બિઝનેસમેન સંજય કપૂરની સંપત્તિનો વિવાદ સોમવારે ત્યારે વધુ વકર્યો જ્યારે તેમની માતા રાની કપૂરે પ્રિયા સચદેવ (સંજયની વિધવા) પર ગંભીર આરોપ લગાવ્યા. કરિશ્મા કપૂરના બાળકો પહેલાથી જ પ્રિયા પર સંજયના વસિયતનામા સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવી ચૂક્યા છે અને હવે રાની કપૂરે તેમના પર પ્રોપર્ટીની વાસ્તવિક જાણકારી છુપાવવાનો નવો આરોપ લગાવ્યો છે.
પ્રિયા સચદેવ પર જાણકારી છુપાવવાનો આરોપ
રાની કપૂરે દાવો કર્યો છે કે, સંજયને માત્ર 60 કરોડ રૂપિયા સેલેરી મળે છે, જ્યારે તેના બેંક ખાતામાં માત્ર 1 કરોડથી થોડા વધુ પૈસા બતાવવામાં આવ્યા છે. રાની કપૂરના વકીલ વૈભવ ગગ્ગરે દિલ્હી હાઈકોર્ટમાં આ આરોપો લગાવ્યા હતા. વકીલ દ્વારા રાનીએ આરોપ લગાવ્યો કે, પ્રિયાએ મારા પુત્રની પ્રોપર્ટી વિશે મોટા પાયે માહિતી છુપાવી છે. વકીલે દાવો કર્યો કે, પ્રિયાએ કોર્ટ સામે મહત્વપૂર્ણ નાણાકીય માહિતી છુપાવી છે અને શંકા છે કે પૈસા વિદેશ મોકલી આપવામાં આવ્યા છે.
રાની કપૂરે પૈસાની ઉચાપતનો લગાવ્યો આરોપ
રાનીએ પોતાના વકીલ દ્વારા કોર્ટને જણાવ્યું કે, તેણે મોટી વાત છુપાવી છે. આ ઘર (દિલ્હીના રાજોકરી વિસ્તારમાં આવેલું ફાર્મહાઉસ) મારા સ્વર્ગસ્થ પતિ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ત્યાં 50થી વધુ કલાકૃતિઓ છે. સંજય કપૂર પાસે કોઈ જીવન વીમો નહોતો, કોઈ ભાડાની આવક નહોતી અને કોઈ મ્યુચ્યુઅલ ફંડ નહોતું. તેનો પગાર 60 કરોડ હતો, અને અમે કહી રહ્યા છીએ કે તેના ખાતામાં માત્ર 1.7 કરોડ છે. વકીલે આગળ કહ્યું કે, તમે છેલ્લા બે વર્ષની વિગતો માંગી શકો છો, માત્ર કપૂરની જ નહીં પરંતુ ઓપોઝિટ નંબર 1 (પ્રિયા સચદેવ) ની પણ, કારણ કે પૈસાની ઉચાપત થઈ છે.
વકીલે પ્રિયા સચદેવના દાવા ફગાવી દીધા
રાની કપૂરે પૈસા વિદેશમાં મોકલવામાં આવ્યા હોવાનો દાવો કર્યો અને પ્રિયાના એ દાવાનો વિરોધ કર્યો કે, કપૂર પરિવારમાં પોતાની અંગત સંપત્તિ પોતાની પત્ની માટે છોડી દેવાની પરંપરા છે, જેમ સંજય કપૂરના પિતાએ બધું રાની કપૂર માટે છોડી દીધું હતું. વકીલે પ્રિયાના દાવાને નકારી કાઢ્યો હતો કે કપૂર પરિવારમાં પતિઓ દ્વારા પોતાની અંગત સંપત્તિ પોતાની પત્નીઓને આપવાની પરંપરા છે, પરંતુ એ સાથે જ એ પણ ઉલ્લેખ કર્યો કે, સંજયના પિતાએ પોતાની સંપતિ રાની કપૂર માટે છોડી હતી.
આ પણ વાંચો: હવે 'સેવાતીર્થ' તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, તમામ રાજભવનનું નામ બદલીને 'લોકભવન'
રાની કપૂરે બંને મામલા વચ્ચેનું અંતર જણાવ્યું
વકીલે રાની કપૂરનો પક્ષ રાખતા કહ્યું કે, 'તમે બંને મામલાની તુલના કેવી રીતે કરી શકો છો? પ્રિયાના લગ્ન સંજય સાથે સાત વર્ષ રહ્યા છે. આ તેના ત્રીજા લગ્ન હતા અને તેના બીજા લગ્ન હતા. મારા પતિ સાથે મારા લગ્ન 40 વર્ષ ચાલ્યા હતા. અંતર અહીં જ સમાપ્ત નથી થતું. અમારી વસિયત રજિસ્ટર્ડ હતી. અમારા વસિયતનામાના સાક્ષી એક એવી વ્યક્તિ હતી જેને મારા પતિ 30 વર્ષથી જાણતા હતા. અહીં, સાક્ષીનું કહેવું છે કે તે 2022 પહેલા કંપની સાથે જોડાયેલો પણ નહોતો.'


