વિમાની મુસાફરી મોંઘી બની: IndiGoએ ‘શિશુ ટિકિટ’ સહિત અનેક સેવાઓના ભાવ વધાર્યા, જુઓ લિસ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IndiGo Flight Charges Hike : દેશની અગ્રણી એરલાઈન કંપની ઈન્ડિગોમાં મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર છે. કંપનીએ તેની વિવિધ વધારાની સેવાઓ (Ancillary Services)ના ચાર્જમાં વધારો કર્યો હોવાની વિગતો સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ વધારામાં વધારાનો સામાન (Excess Baggage), શિશુ ટિકિટ, એકલા પ્રવાસ કરતા સગીર બાળકો માટેની સેવા તેમજ પ્રાયોરિટી ચેક-ઈન અને બોર્ડિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
વધારાના સામાન માટે હવે ચૂકવવા પડશે વધુ રૂપિયા
ઘરેલુ ફ્લાઈટ્સમાં નિયત મર્યાદા કરતાં વધુ સામાન (Excess Baggage) લઈ જવા પર લાગતો ચાર્જ વધારી દેવામાં આવ્યો છે. હવે મુસાફરોએ વધારાના સામાન માટે પ્રતિ કિલોગ્રામ રૂ.700ના બદલે રૂ.800 ચૂકવવા પડશે. એટલે કે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવા બદલ હવે પ્રતિ કિલો રૂ.100 વધુ ચૂકવવા પડશે.
શિશુ ટિકિટમાં રૂ.1000નો સીધો વધારો
3 દિવસથી લઈને 2 વર્ષ સુધીની ઉંમરના શિશુઓ માટેની ટિકિટનો ચાર્જ રૂ.2000થી વધારીને રૂ.3000 કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 5થી 12 વર્ષની ઉંમરના એવા બાળકો, જે કોઈ વાલી કે પુખ્ત વ્યક્તિ વિના એકલા મુસાફરી કરે છે, તેમની સેવા ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ ફ્લાઈટ્સ માટે આ ચાર્જ રૂ.5000થી વધારીને રૂ.5999 કરવામાં આવ્યો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે આ સેવાનો ચાર્જ રૂ.12,999 નક્કી કરવામાં આવ્યો છે.
પ્રાયોરિટી ચેક-ઈન અને ફાસ્ટ ફોરવર્ડ સેવા પણ મોંઘી
ઈન્ડિગોની ફાસ્ટ ફોરવર્ડ સર્વિસ હેઠળ મુસાફરોને પ્રાયોરિટી ચેક-ઈન અને બોર્ડિંગ જેવી સુવિધાઓ મળે છે. આ સેવાના ચાર્જ




