Get The App

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂરતો સ્ટોક

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂરતો સ્ટોક 1 - image


India's LPG Ships Cross Strait of Hormuz Safely | મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઓઇલ અને ગેસને લઈને ચિંતા વધી છે. ત્યારે આજે ભારત સરકારે પુષ્ટિ કરી છે કે, અત્યંત સંવેદનશીલ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના બે LPG ટેન્કરો ગ્રીન સાન્વી' અને 'ગ્રીન આશા' સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે.

ગ્રીન સાન્વી: 46,500 મેટ્રિક ટન LPG અને 25 નાવિકો સાથે ભારત તરફ અગ્રેસર

ગ્રીન આશા: 15,000 મેટ્રિક ટન LPG અને 26 નાવિકો સાથે સુરક્ષિત

હાલમાં ફારસની ખાડીમાં ભારતના કુલ 16 જહાજો અને 433 નાવિકો હાજર છે, જેમની સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સતત સંપર્કમાં છે.

અનાજની કોઈ કમી નથી: કેન્દ્ર

કેન્દ્ર સરકારના ખાદ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ સી. શિખાએ જણાવ્યું કે, ભારત પાસે બફર સ્ટોકના નિર્ધારિત ધોરણો કરતાં ત્રણ ગણો જથ્થો ઉપલબ્ધ છે.

ઘઉં: 222 લાખ મેટ્રિક ટન 

ચોખા: 380 લાખ મેટ્રિક ટન 

કુલ ખાદ્ય ભંડાર: 602 લાખ મેટ્રિક ટન, જે કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે પૂરતો છે.

પેટ્રોલ-ડીઝલ અને LPG સપ્લાય

પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 35 દિવસમાં 18 કરોડ ઘરોમાં LPG પહોંચાડવામાં આવ્યો છે. યુદ્ધને કારણે સપ્લાયમાં અવરોધ હોવા છતાં, એડિશનલ કાર્ગો ટાઇ-અપ કરવામાં આવ્યા છે. કાળાબજારી અને સંગ્રહખોરીના કેસમાં કુલ 850 પોલીસ ફરિયાદ નોંધાઈ છે તથા 220 લોકોની ધરપકડ કરવામાં આવી છે.