India

રેલવે કર્મચારીઓને મોટી ભેટઃ વંદે ભારત સહિત વિવિધ ટ્રેનના રનિંગ સ્ટાફનો વધી જશે પગાર

By GS Team
23 May 20263 mins read
TukuTouch Logo
રેલ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. રેલવે બોર્ડે વંદે ભારત અને પ્રયાગરાજ એક્સપ્રેસ સહિત કુલ 155 ટ્રેનને હાઈસ્પીડ ટ્રેનની શ્રેણીમાં સત્તાવાર રીતે શામેલ કરી દીધી છે.. જેના કારણે હવે રનિંગ સ્ટાફની મહિનાની સેલરીમાં વધારો જોવા મળી શકે છે. રેલવે બોર્ડના નિર્ણયના કારણે લોકો પાયલટ, સહાયક લોકો પાયલટ, અને ટ્રેન મેનેજરને સ્પેશ્યલ હાઈ સ્પીડ ભથ્થાનો લાભ મળશે, સાથેજ આ તમામ લોકોના પગાર પણ વધી જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેલવે કર્મચારીઓને મોટી ભેટઃ વંદે ભારત સહિત વિવિધ ટ્રેનના રનિંગ સ્ટાફનો વધી જશે પગાર

Indian Railway employee salary Hike : રેલ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. રેલવે બોર્ડે વંદે ભારત અને પ્રયાગરાજ એક્સપ્રેસ સહિત કુલ 155 ટ્રેનને હાઈસ્પીડ ટ્રેનની શ્રેણીમાં સત્તાવાર રીતે શામેલ કરી દીધી છે.. જેના કારણે હવે રનિંગ સ્ટાફની મહિનાની સેલરીમાં વધારો જોવા મળી શકે છે. રેલવે બોર્ડના નિર્ણયના કારણે લોકો પાયલટ, સહાયક લોકો પાયલટ, અને ટ્રેન મેનેજરને સ્પેશ્યલ હાઈ સ્પીડ ભથ્થાનો લાભ મળશે, સાથેજ આ તમામ લોકોના પગાર પણ વધી જશે.

કઈ કઈ ટ્રેનને કરાઈ શામેલ?

શતાબ્દી એક્સપ્રેસ, ભોપાલ-નવી દિલ્લી શતાબ્દી, લખનઉ-નવી દિલ્લી શતાબ્દી, અમૃતસર-નવી દિલ્લી શતાબ્દી એક્સપ્રેસ, પટના-હાવડા જનશતાબ્દી, પૂણે-સિકંદરાબાદ શતાબ્દી, ચેન્નાઈ-કોઈમ્બતુર શતાબ્દી, હાવડા ભૂવનેશ્વર જનશતાબ્દી, કોટા જનશતાબ્દી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. જો રાજધાની ટ્રેનોની વાત કરીએ તો નવી દિલ્લી-ઝાંસી/ ગ્વાલિયર રૂટની ગતિમાન એક્સપ્રેસ, હાવડા-નવી દિલ્લી રાજધાની, ચેન્નઈ-હજરત નિઝામુદ્દીન રાજધાની, જમ્મૂ-તવી-નવી દિલ્લી રાજધાની એક્સપ્રેસ સહિત સ્વર્ણ જ્યંતિ રાજધાની, અમદાવાદ રાજધાની, તેજસ રાજધાની(નવી દિલ્લી-રાજેન્દ્રનગર) અને દુરંતો એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

દુરંતો એક્સપ્રેસ ટ્રેનના ડ્રાઈવરનો પણ વધશે પગાર

રેલવે બોર્ડે લીધેલા નિર્ણયમાં પૂણે-હાવડા દૂરંતો, સિકંદરાબાદ-હજરત નિઝામુદ્દીન દુરંતો, નવી દિલ્લી-ભૂવનેશ્વર દુરંતો, હાવડા-નવી દિલ્લી દુરંતો, દિલ્લી સરાય રોહિલ્લા-જમ્મૂ તવી દુરંતો, હમસફર એક્સપ્રેસ, મધુપુર-આનંદ વિહાર હમસફર, આનંદ વિહાર-મધુપુર હમસફર, વારાણસી-ગોરખપુર રુટની હમસફર ટ્રેન અને તેજસ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. તો મુંબઈ-ગોવા તેજસ એક્સપ્રેસ, મદુરાઈ-ચેન્નઈ તેજસ, નવી દિલ્લી-રાજેન્દ્રનગર તેજસ રાજધાની અને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના રનિંગ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ લિસ્ટમાં સૌથી વધારે વંદે ભારત ટ્રેનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં નાગપુર-સિકંદરાબાદ, ભોપાલ-નવી દિલ્લી, ચેન્નઈ કોઈમ્બતુર, ચેન્નઈ-વિજયવાડા, તિરુપતિ-સિકંદરાબાદ, વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ, ભૂવનેશ્વર-વિશાખાપટ્ટનમ, રાઉરકેલા-હાવડા, ઈંદોર-નવી દિલ્લી, અજમેર-દિલ્લી કેન્ટ, ઉદયપુર-જયપુર, ઉદયપુર-આગ્રા કેંટ, વારાણસી-નવી દિલ્લી, બનારસ-નવી દિલ્લી, કાશી-વારાણસી-નવી દિલ્લી, ગયા-હાવડા, કુરજ-હજરત નિજામુદ્દીન, દિલ્લી-અમૃતસર, અમદાવાદ-ઓખા, હાવડા-પુરી જેવી ટ્રેનના રનિંગ સ્ટાફ પણ સામેલ છે.

કઈ કઈ એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ?

રેલવે બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણયમાં અન્ય મુખ્ય ટ્રેનોનો પણ સમાવેશ કરાયો છે. જેમાં સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ, મહાબોધી એક્સપ્રેસ, પ્રયાગરાજ એક્સપ્રેસ, શ્રમશક્તિ એક્સપ્રેસ, શિવગંગા સુપરફાસ્ટ એક્સપ્રેસ, પૂર્વા એક્સપ્રેસ, જલિયાવાલા બાગ એક્સપ્રેસ, ગરીબ રથ એક્સપ્રેસ, એપી એક્સપ્રેસ, સુપરફાસ્ટ એક્સપ્રેસનો પણ સમાવેશ થાય છે.

કેટલો થશે પગાર વધારો?

આપને જણાવી દઈએ કે અત્યારસુધી આ ટ્રેન હાઈ સ્પીડમાં ચાલતી હતી, પરંતુ તેમને હાઈસ્પીડની શ્રેણીમાં શામેલ નહોતી કરવામાં આવી, જેના કારણે સ્ટાફને તેનું ભથ્થુ નહોતુ મળી રહ્યું. હવે આ ટ્રેનને શામેલ કરાતા રનિંગ સ્ટાફના પગારમાં દર મહિને 5થી 10 હજાર રૂપિયાનો વધારો મળશે. રેલવે બોર્ડની નવી વ્યવસ્થા અનુસાર લોકો પાયલટને માઈલેજ દર પ્રતિ 100 કિલોમીટર 485 રૂપિયાથી વધારીને 606 રૂપિયા કરી દેવાયુ છે. તેવીજ રીતે ગાર્ડને પણ 439 રૂપિયાથી વધારીને 549 રૂપિયા સુધીનું ભથ્થુ વધારી દેવાયું છે.

કેમ થયો બદલાવ?

રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 130થી 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ટ્રેનનું સંચાલન કરવું ખુબજ પડકારભર્યુ કાર્ય હોય છે. જેના કારણે રેલવે બોર્ડે કર્મચારીઓને વિશેષ કાર્યક્ષમતા હેઠળ સન્માન આપવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.