ભૂતાન સુધી પહોંચશે ભારતીય રેલ : 'ચીકન-નેક' પાસેથી પ્રોજેક્ટ પસાર થવાથી ચીનની ચિંતા વધી રહેવાની છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : ભારતે આસામના કોકરાઝારથી ભૂતાનના ગેલેફ સુધીની રેલવે પાથરવાનું કામ ઝડપી કરી દીધું છે. આ પરિયોજનામાં કુલ ૪૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ભારતે તેને 'વિશેષ પરિયોજનાનો' દરજ્જો આપ્યો છે. તેથી ભારત ભૂતાન વચ્ચે વ્યાપાર અને પર્યટનને વેગ મળશે.
ભારત-ભૂતાન વચ્ચે ૭૦૦ કી.મી.ની સરહદ છે. વળી ભૂતાનનું સ્થાન વ્યૂહાત્મક બની રહ્યું છે. સંરક્ષણ દ્રષ્ટિએ ખાસ કરીને ચીનની તિબેટમાં ચાલતી કાર્યવાહીની દ્રષ્ટિએ આ પ્રોજેક્ટ અમૂલ્ય છે. ભૂતાનના ગેલેફ અને સમત્સે હવે ભારત સાથે સીધી રીતે જોડાઈ જશે.
આ પ્રોજેકટનો ભારત તરફના ભાગનો ખર્ચ તો ભારત ઉઠાવશે જ પરંતુ ભૂતાન તરફ જતા ભાગનો પણ ખર્ચ માટે ભારત ભૂતાનને નિવેશ દ્વારા આર્થિક સહાય કરશે.
સૌથી મહત્વની વાત તે છે કે ચીનની વિસ્તારવાદી નીતિ નજરમાં રાખી ચીન જો ભૂતાન તરફ તિબેટમાંથી આગળ વધવાનું દુઃસાહસ કરે તો ભારત ઝડપભેર ત્યાં સૈન્ય તથા સેનાકીય 'સાજો-સામાન' પહોંચાડી શકે.
કહેવાની જરૂર જ નથી કે ચીને ભૂતાનના વડાપ્રધાનને બૈજિંગ બોલાવી તેમની સાથે મંત્રણા કરી હતી પરંતુ આ પછી તુર્તજ ભૂતાનના રાજવી અને મહારાણી ભારત આવ્યાં હતાં અને ભારતના મનમાં ઊભી થયેલી શંકા દૂર કરી હતી.




