India

નવા CJI સૂર્યકાંતનો શપથ સમારોહ ઐતિહાસિક રહેશે, બ્રાઝીલ સહિત 7 દેશોના જજો હાજર રહેશે

By GS TEAM
22 Nov 20252 mins read
TukuTouch Logo
ભારતીય ન્યાયતંત્રનો ઈતિહાસ સોમવારે (24મી નવેમ્બર)ના રોજ એક અભૂતપૂર્વ અને રાજદ્વારી રીતે મહત્ત્વપૂર્ણ ક્ષણનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે ન્યાયાધીશ સૂર્યકાંતના શપથ ગ્રહણ સમારોહમાં વિશ્વભરના મુખ્ય ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો હાજરી આપશે. 'બાર એન્ડ બેન્ચ'ના અહેવાલ મુજબ, ભારતના મુખ્ય ન્યાયાધીશના શપથ ગ્રહણ સમારોહમાં આટલી મોટી સંખ્યામાં વિદેશી ન્યાયિક પ્રતિનિધિઓ હાજર રહે તેવો આ પ્રથમ પ્રસંગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવા CJI સૂર્યકાંતનો શપથ સમારોહ ઐતિહાસિક રહેશે, બ્રાઝીલ સહિત 7 દેશોના જજો હાજર રહેશે

CJI Oath Ceremony: ભારતીય ન્યાયતંત્રનો ઈતિહાસ સોમવારે (24મી નવેમ્બર)ના રોજ એક અભૂતપૂર્વ અને રાજદ્વારી રીતે મહત્ત્વપૂર્ણ ક્ષણનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે ન્યાયાધીશ સૂર્યકાંતના શપથ ગ્રહણ સમારોહમાં વિશ્વભરના મુખ્ય ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો હાજરી આપશે. 'બાર એન્ડ બેન્ચ'ના અહેવાલ મુજબ, ભારતના મુખ્ય ન્યાયાધીશના શપથ ગ્રહણ સમારોહમાં આટલી મોટી સંખ્યામાં વિદેશી ન્યાયિક પ્રતિનિધિઓ હાજર રહે તેવો આ પ્રથમ પ્રસંગ છે.

ન્યાયાધીશ સૂર્યકાંત બનશે 53માં CJI

લાંબી અને પ્રતિષ્ઠિત ન્યાયિક કારકિર્દી પછી ન્યાયાધીશ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે. વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનતા પહેલા, તેમણે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. તેમના કાર્યકાળમાં મહત્ત્વપૂર્ણ બંધારણીય નિર્ણયો, ન્યાયિક સંસ્થાઓમાં સુધારા અને કાનૂની સહાય પ્રણાલીને મજબૂત બનાવવા માટેની પહેલો પર ધ્યાન કેન્દ્રિત થવાની સંભાવના છે.

આ પણ વાંચો: બુલડોઝર જસ્ટિસ વિરુદ્ધ મારો ચુકાદો સૌથી મહત્ત્વપૂર્ણ, નિવૃત્તિ અગાઉ CJI ગવઇએ ચોંકાવ્યા

7 દેશોના વિદેશી મહાનુભાવોની હાજરી

ભારત સરકારે વિદેશી ન્યાયિક મહાનુભાવોની સંપૂર્ણ યાદી બહાર પાડી છે. જેમાં ભૂટાન, કેન્યા, મલેશિયા, મોરેશિયસ, નેપાળ, શ્રીલંકા અને બ્રાઝિલના મુખ્ય ન્યાયાધીશો, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અને તેમના પરિવારોનો સમાવેશ થાય છે. આ હાજરી માત્ર ભારતીય ન્યાયતંત્રની વૈશ્વિક સ્થિતિ જ દર્શાવે છે, પરંતુ ભારતના ન્યાયિક અને રાજદ્વારી સંબંધો વચ્ચે વધતી જતી નિકટતાનો પણ સંકેત આપે છે.

વિદેશી ન્યાયિક પ્રતિનિધિઓની યાદી

• ભૂટાનના મુખ્ય ન્યાયાધીશ; જસ્ટિસ લિયોનપો નોરબુ શેરિંગ અને તેમના પત્ની લ્હાડેન લોટે.

•કેન્યાની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને પ્રેસિડેન્ટ માર્થા કૂમે અને જસ્ટિસ સુસાન નજોકી ન્દુંગુ.

• મલેશિયાની ફેડરલ કોર્ટના જસ્ટિસ તાન શ્રી દાતુક નલિની પથમનાથન અને તેમના પતિ પશુપતિ શિવપ્રાગસમ.

•મોરેશિયસના મુખ્ય ન્યાયાધીશ બીબી રેહાના મુંગલી-ગુલબુલ અને તેમની  પુભી રેબેકા હેન્ના બીબી ગુલબુલ.

•નેપાળના મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ માન સિંહ રાઉત, ન્યાયાધીશ સપના પ્રધાન મલ્લા અને તેમના પતિ અશોક બહાદુર મલ્લા, સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને હાલમાં નેપાળ સરકારમાં કાયદા, ન્યાય અને સંસદીય બાબતોના મંત્રી અનિલ કુમાર સિંહા અને તેમના પત્ની ઉર્સીલા સિંહા.

•શ્રીલંકાના મુખ્ય ન્યાયાધીશ પી. પદ્મન સુરાસેના અને તેનના પત્ની સેપાલિકા સુરાસેના, જસ્ટિસ એસ. થુરૈરાજા અને તેમના પત્ની શશિકલા થુરૈરાજા, જસ્ટિસ અહેમદ નવાઝ અને તેમના પત્ની રિઝાન મોહમ્મદ ધલિપ નવાઝ.

•નેશનલ હાઈ કોર્ટ ઓફ બ્રાઝિલ, સુપિરિયર ટ્રિબ્યુનલ ડી જસ્ટિસિયાના મિનિસ્ટર એન્ટોનિયો હર્મન બેન્જામિન.