Get The App

ઈરાન યુદ્ધને પગલે દેશમાં 'જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો' લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન યુદ્ધને પગલે દેશમાં 'જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો' લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ 1 - image

Government of India invokes the Essential Commodities Act : અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરમાં ઓઇલ અને ગેસની અછત સર્જાઈ છે, જેની અસર ભારત પર પણ પડી રહી છે. ભારત સરકારે ગેસ સિલિન્ડર બુક કરવાનો સમયગાળો વધારીને 25 દિવસનો કર્યો છે. જે બાદ ઘરેલુ ગેસ, પેટ્રોલ અને ડીઝલની પુરવઠો લોકોને સમાન રીતે મળી રહે, તે માટે સરકારે સમગ્ર દેશમાં પેટ્રોલિયમ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ તથા નેચરલ ગેસ માટે Essential  Commodities Act (આવશ્યક ચીજવસ્તુ કાયદો) લાગુ કર્યો છે. 

આ કાયદાનો અર્થ શું છે?

- પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પુરવઠો કોઈ રોકી શકશે નહીં. સરકાર નક્કી કરશે કે ક્યાં અને કેટલો જથ્થો મોકલવો.

- દરેક વિસ્તાર અને નાગરિકને સમાન રીતે ઈંધણ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

- નફાખોરી કરવા માટે પેટ્રોલ-ડીઝલ, ઓઇલ કે ગેસની સંગ્રહખોરી કરનારા વેપારીઓ અને એજન્સીઓ સામે ગુનો દાખલ થશે. 

દેશમાં ગેસની વહેંચણી મામલે કેન્દ્ર સરકારે પ્રાથમિકતા નક્કી કરી છે. 

પ્રથમ પ્રાથમિકતા 

- ઘરેલુ PNG ગેસ પુરવઠો

- પરિવહન માટે ગેસ- CNG 

- LPG ઉત્પાદન 

પ્રથમ પ્રાથમિકતા ધરાવતા લોકોને છેલ્લા છ મહિનાના સરેરાશ વપરાશના 100 ટકા જથ્થો અપાશે. 

દ્વિતીય પ્રાથમિકતા

ખાતર ઉત્પાદક પ્લાન્ટ (શરત: ખાતર એકમો આ ગેસનો ઉપયોગ ખાતર ઉત્પાદન સિવાય અન્ય કોઈ હેતુ માટે કરી શકશે નહીં.) 

તૃતીય પ્રાથમિકતા જ્જ્જ્જ

ગેસ વિતરણ કંપનીઓએ સુનિશ્ચિત કરવું પડશે કે નેશનલ ગેસ ગ્રીડ દ્વારા ચા ઉદ્યોગ અને અન્ય ઔદ્યોગિક ગ્રાહકોને તેમના સરેરાશ વપરાશના 80 ટકા સુધી પુરવઠો મળે.

ચોથી પ્રાથમિકતા 

ઔદ્યોગિક અને વ્યાપારી ગ્રાહકોને છેલ્લા છ મહિનાના વપરાશના 80 ટકા જથ્થો આપવામાં આવશે 

કોના કોના ગેસ પુરવઠામાં કાપ મૂકાશે? 

- ONGC, ગેલ, રિલાયન્સ જેવા મોટા એકમોમાં આંશિક કાપ 

- વીજળી પેદા કરતાં પાવર પ્લાન્ટ્સના ગેસ વપરાશમાં કાપ મૂકાશે 

- ઓઇલ રિફાઇનરીઓના ગેસ વપરાશમાં 65 ટકાનો કાપ 

ફરી વેચાણ પર પ્રતિબંધ

જે એકમોને ગેસ ફાળવાશે, તેઓ આ ગેસને ત્રીજી પાર્ટીને ફરીથી વેચી શકશે નહીં.