Get The App

૨૦૨૫માં ભારતમાં એફડીઆઇ ૭૩ ટકા વધીને ૪૭ અબજ ડોલર

૨૦૨૫માં ચીનમાં એફડીઆઇ આઠ ટકા ઘટીને ૧૦૭.૫ અબજ ડોલર ઃ સતત ત્રીજા વર્ષે ઘટાડો

સર્વિસ અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં મોટું રોકાણ થયું

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
૨૦૨૫માં ભારતમાં એફડીઆઇ ૭૩ ટકા વધીને ૪૭ અબજ ડોલર 1 - image

(પીટીઆઇ)     યુનાઇટેડ નેશન્સ, તા. ૨૩

૨૦૨૫માં ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) ૭૩ ટકા વધીને ૪૭ અબજ ડોલર થયું છે. આ વૃદ્ધિ મુખ્ય સ્વરૃપે સેવાઓ અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં મોટા રોકાણને કારણે જોવા મળી છે. આ વૃદ્ધિને દેશને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે જોડવા માટે બનાવવામાં આવેલ નીતિઓનું સમર્થન પ્રાપ્ત થયું હતું.

યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલોપમેન્ટ (યુએનસીટીએડી) દ્વારા જારી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ્સ મોનિટરમાં જણાવવામાં આવ્યું છે કે ચીનમાં સતત ત્રીજા વર્ષે એફડીઆઇમાં ઘટાડો નોંધાયો છે. ૨૦૨૫માં ચીનમાં એફડીઆઇ આઠ ટકા ઘટીને ૧૦૭.૫ અબજ ડોલર રહ્યું હતું.

યુએનસીટીએડીએ જણાવ્યું હતું કે ભારતમાં એફડીઆઇ ૭૩ ટકા વધીને ૪૭ અબજ ડોલર થયું છે.જેનું મુખ્ય કારણ ફાઇનાન્સિયલ, આઇટી અને આરએન્ડડી સહિત સેવાઓ અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં મોટું રોકાણ હતું.આ વૃદ્ધિને દેશને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે જોડવા માટે બનાવવામાં આવેલ નીતિઓનું સમર્થન મળ્યું હતું.

તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૫માં વૈશ્વિક પ્રત્યક્ષ વિદેશી રોકાણ ૧૬૦૦ અબજ ડોલર થયું છે. જે ૧૪ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જો કે આ વૃદ્ધિનો એક મોટો હિસ્સો અનેક પ્રમુખ વૈશ્વિક નાણાકીય કેન્દ્રો અને રોકાણ કેન્દ્રોનાં ઉચ્ચ પ્રવાહને કારણે  હતો. તેણે ૧૪૦ અબજ ડોલરથી વધુનો ફાળો આપ્યો હતો.

ઉત્તર અમેરિકામાં એફડીઆઇ પ્રવાહ વ્યાપક રૃપે સ્થિર રહ્યું હતું. વિશ્વનાં સૌથી મોટા એફડીઆઇ પ્રાપ્તકર્તા અમેરિકાએ બે ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.