જહાજ પર હુમલામાં ભારતીય નાવિકના મોતથી ભારત લાલચોળ, યુક્રેનના રાજદૂતને બોલાવી તતડાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Summons Ukraine Envoy : તાજેતરમાં જ બ્લેક સીમાં MV OMORFI નામના કોમર્શિયલ જહાજ પર હુમલો થયો હતો, જેમાં એક ભારતીય નાગરિકનું મોત થતાં ભારત સરકારે કડક વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે સોમવારે (27 જુલાઈ) દિલ્હી સ્થિત યુક્રેનના રાજદૂત ડૉ.ઓલેક્સાંદ્ર પોલિશચુકને બોલાવી ઘટના અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
ભારતે યુક્રેનના રાજદૂતને શું કહ્યું?
ભારતે જહાજો પર આવા હુમલાને લઈને યુક્રેનના રાજદૂત સમક્ષ કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે, આવી ઘટનાઓના કારણે સમુદ્રની સુરક્ષા, જહાજોનું સ્વતંત્ર આવાગમન અને આંતરરાષ્ટ્રીય વેપાર પર ગંભીર અસર પડે છે.
જહાજોને ટાર્ગેટ કરતી ઘટના મામલે ભારતે ચિંતા વ્યક્ત કરી
વિદેશ મંત્રાલયે યુક્રેનના રાજદૂતને સ્પષ્ટ કહ્યું કે, કોમર્શિયલ જહાજોને ટાર્ગેટ કરતી આવી કોઈપણ કાર્યવાહીથી નિર્દોષ નાગરિકો-નાવિકોની જિંદગી ખતરામાં પડે છે, તેથી આવી ઘટના ક્યારેય સ્વીકારી ન લેવાય. તેથી ભારતે આ મામલે જે ચિંતા વ્યક્ત કરી છે, તેની માહિતી યુક્રેનના અધિકારીઓને મોકલો.
યુક્રેન દૂતાવાસે રશિયા પર સાધ્યું નિશાન
રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ સાડા ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. ભારત સ્થિત યુક્રેન દૂતાવાસે 27 જુલાઈએ સત્તાવાર પ્રેસ રિલીઝમાં આક્ષેપ કર્યો છે કે, રશિયાની કાર્યવાહીના કારણે બ્લેક સી અને સી ઓફ અજોવમાં વિદેશી જહાજો અને નાગરિકોના આવાગમન પર ખતરો વધી ગયો છે. યુક્રેને રશિયા સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી કરવા પર ભાર આપ્યો છે.
યુક્રેને રશિયા પર કર્યો આક્ષેપ
યુક્રેન દૂતાવાસના જણાવ્યા મુજબ, 2025-26માં રશિયા દ્વારા બ્લેક સીમાં કરાયેલા હુમલાઓમાં અનેક નાવિકો, પાયલટો, વેપારી જહાજોના ક્રૂ સભ્યોના મોત થયા છે. આ દરમિયાન રશિયાએ યુક્રેનના પોર્ટની સુવિધાઓ અને દરિયાઈ એક્સપોર્ટ કોરિડોરનો ઉપયોગ કરતા જહાજો પર પણ હુમલા કર્યા છે.
બ્લેક સીમાં ખતરો વધવાની પહેલેથી જ ચેતવણી આપી હોવાનો યુક્રેનનો દાવો
યુક્રેને એવું પણ કહ્યું છે કે, યુદ્ધ દરમિયાન જ્યારથી બ્લેક સીમાં જહાજો અને નાગરિકો પર ખતરો વધી ગયો છે, ત્યારથી તેઓ ભારતના વરિષ્ઠ અધિકારીઓ સહિત પોતાના ભાગીદારોને ચેતવણી આપતા રહ્યા છે. તેઓએ આ મુદ્દો ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન સમક્ષ પણ ઉઠાવ્યો છે.









