India

VIDEO : બિહારના ભાગલપુરમાં ગંગા નદીમાં 21 શ્રમિકો સાથે બોટ પલટી: 19 સુરક્ષિત બહાર કઢાયા, 2 લાપતા

By GS Team
26 Aug 20261 min read
TukuTouch Logo
બિહારના ભાગલપુર જિલ્લાના નવગછિયામાં ગંગા નદીમાં બુધવારે બપોરે 2:30 વાગ્યે મોટી બોટ દુર્ઘટના સર્જાઈ હતી. પૂર રાહત કાર્યમાં જોડાયેલા જળ સંસાધન વિભાગની બોટમાં સવાર 21 શ્રમિકો પૈકી 19નો આબાદ બચાવ થયો છે, જ્યારે 2 શ્રમિકો હજુ લાપતા છે. SDRF અને સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : બિહારના ભાગલપુરમાં ગંગા નદીમાં 21 શ્રમિકો સાથે બોટ પલટી: 19 સુરક્ષિત બહાર કઢાયા, 2 લાપતા

Boat Capsized In Bihar : બિહારના ભાગલપુર જિલ્લાના નવગછિયામાં ગંગા નદીમાં બુધવારે બપોરે લગભગ 2:30 વાગ્યે એક મોટી બોટ દુર્ઘટના સર્જાઈ હતી. પૂર રાહત કાર્યમાં જોડાયેલા 21 શ્રમિકોને લઈને જઈ રહેલી જળ સંસાધન વિભાગની બોટ અચાનક તેજ પ્રવાહમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 19 શ્રમિકોનો આબાદ બચાવ થયો છે, જ્યારે 2 શ્રમિકો હજુ પણ લાપતા છે.

તેજ પ્રવાહમાં બોટ પલટી

રાઘોપુર વિસ્તારમાં પાળ તૂટ્યા બાદ શ્રમિકો બોટ મારફતે રાહત અને બચાવ કાર્ય માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ગંગા નદીના પ્રચંડ પ્રવાહના કારણે બોટ અનિયંત્રિત થઈને વચ્ચે જ પલટી ગઈ હતી, જેથી તેમાં સવાર શ્રમિકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

19 શ્રમિકોનો સુરક્ષિત બચાવ

દુર્ઘટના બાદ 12 શ્રમિકો જાતે તરીને કિનારે પહોંચવામાં સફળ રહ્યા હતા, જ્યારે ઘટનાસ્થળે પહોંચેલી SDRF ની ટીમે મોટરબોટની મદદથી અન્ય 7 શ્રમિકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો.

2 શ્રમિકોની સઘન શોધખોળ

આ અકસ્માતમાં લોદીપુરના બાદલ મંડલ (32) અને સિમરિયાના સિકંદર મંડલ (55) હજુ લાપતા છે. નદીના તેજ પ્રવાહ વચ્ચે SDRF ના ગોતાખોરો દ્વારા તેમની શોધ માટે સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.