India

વાત કરવી હોય તો જંતર-મંતર આવો: સરકારની ઓફર પર કોકરોચ જનતા પાર્ટીનો જવાબ

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
NEET પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી(CJP) અને સરકાર વચ્ચે વાતચીત અટકી પડી છે. CJP નેતા આશુતોષ રાંકાએ જે.પી. નડ્ડાના નિવાસસ્થાને બેઠક કરવાનો ઇન્કાર કર્યો છે. તેમણે જંતર-મંતર કે તટસ્થ સ્થળે ઠોસ વાતચીત અને સમયમર્યાદાની માંગ કરી છે. સરકારે 4 પ્રસ્તાવો મોકલ્યા છે, પરંતુ CJP શુક્રવારે દેશવ્યાપી પ્રદર્શન કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાત કરવી હોય તો જંતર-મંતર આવો: સરકારની ઓફર પર કોકરોચ જનતા પાર્ટીનો જવાબ

JP Nadda On CJP Protest : NEET પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી(CJP) અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીતને લઈને મડાગાંઠ યથાવત્ છે. એક તરફ સરકાર આ વિવાદનો ઉકેલ લાવવા ચર્ચા માટે અપીલ કરી રહી છે, તો બીજી તરફ CJPએ પોતાની શરતો મૂકીને શુક્રવારે દેશવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરી છે.

નડ્ડાના નિવાસસ્થાને બેઠક કરવાનો ઇન્કાર

CJPના નેતા આશુતોષ રાંકા(Ashutosh Ranka)એ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાના ઘર કે મંત્રાલયમાં કોઈ બેઠક નહીં થાય. તેમણે ટ્વિટર (X) પર લખ્યું કે, 'કોઈ મીટિંગ નડ્ડાજીના ઘરે નહીં થાય. બેઠક કાં તો જંતર-મંતર પર અથવા કોઈ તટસ્થ સ્થળે યોજવી પડશે. આ વખતે માત્ર ઔપચારિક વાતો કે હવાબાજી નહીં ચાલે.' તેમણે ઉમેર્યું કે સરકારે CJPની માંગણીઓ પર ઠોસ વાતચીત કરવી પડશે અને માંગો પૂરી કરવા માટે ચોક્કસ સમયમર્યાદા આપવી પડશે.

સરકારે ચર્ચા માટે મોકલ્યા 4 પ્રસ્તાવો

આ પહેલાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે (Jitendra Singh) જણાવ્યું હતું કે સરકારે CJP સાથે ચર્ચા કરવા માટે 4 ઔપચારિક પ્રસ્તાવો મોકલ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ યુવાનો સાથે વાતચીત કરવા માટે હંમેશા તૈયાર છે. મંત્રીના જણાવ્યા મુજબ, વાતચીત જે.પી. નડ્ડાના કાર્યાલય કે નિવાસસ્થાને થઈ શકે છે અને સરકાર આ મુદ્દે સ્થળને લઈને કોઈ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી રહી નથી.

સ્વાસ્થ્ય મંત્રીનું વલણ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા(JP Nadda)એ પણ ચર્ચા માટે તત્પરતા દર્શાવતા કહ્યું કે, 'હા, અમે તૈયાર છીએ. અમારા નિવાસસ્થાને કે અધિકૃત કાર્યાલયે આવો.' જોકે, બંને પક્ષો પોતપોતાના વલણ પર અડગ હોવાથી વાતચીતનો મામલો ગૂંચવાયેલો રહ્યો છે.