India

ઈ-મેમો ભરવામાં આળસ કરી તો ફસાઈ જશો! જાણો સુપ્રીમ કોર્ટના નવા સૂચનથી કઈ 4 મુશ્કેલીઓ વધી શકે

By GS Team
29 Sep 20263 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે ટ્રાફિક ઈ-મેમો ન ભરનારાઓ સામે કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે સૂચવ્યું કે, ઈ-મેમોની રકમ વીજ બિલ સાથે જોડી શકાય છે. ઉપરાંત, ડ્રાઈવિંગ લાઈસન્સ રદ થવા, RC બ્લેકલિસ્ટ થવા અને વાહન જપ્ત થવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. રાજ્યોએ 45,000 કરોડની વસૂલાત કરવાની બાકી છે, તેથી કડક પગલાં ભરી દંડની વસૂલાત સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈ-મેમો ભરવામાં આળસ કરી તો ફસાઈ જશો! જાણો સુપ્રીમ કોર્ટના નવા સૂચનથી કઈ 4 મુશ્કેલીઓ વધી શકે

Supreme Court On Traffic E-Challan: સડક પર વાહન ચલાવતી વખતે હવે તમારે વધુ સતર્ક રહેવું પડશે, જેથી તમારું ઓટોમેટિક ઈમેમો ના ફાટે. જો ટ્રાફિક નિયમના ભંગ બદલ ઈમેમો કપાઈ ગયો હોય, તો હવે તાત્કાલિક ઈમેમોની રકમ જમા કરાવવી પડશે. હવે ઈમેમો ભરવામાં આળસ કરવી તમને ભારે પડી શકે છે. કારણ કે, ટ્રાફિક ઈમેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ થઈ છે.

વાસ્તવમાં, માર્ગ સુરક્ષા અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ઈમેમો ન ભરનારા લોકોના વીજ બિલ સાથે દંડની રકમ જોડી શકાય છે. આ સિવાય પેન્ડિંગ ઈમેમોના કારણે ડ્રાઈવિંગ લાઇસન્સ રદ થવા, RC બ્લેકલિસ્ટ થવા અને વાહન જપ્ત થવા સુધીની નોબત આવી શકે છે.

નિયમોનો ભંગ કરનારાઓ પર સકંજો કસાયો

સડક પરિવહન વિભાગ અને અદાલતોના કડક વલણ બાદ હવે પેન્ડિંગ ઈમેમોની ચુકવણી સમયસર ન કરવી ભારે કાનૂની અને નાણાકીય મુશ્કેલીઓને નોતરી શકે છે, જે જેલ જવા સુધીની નોબત લાવી શકે છે. વાસ્તવમાં વર્તમાન ડિજિટલ યુગમાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની નવી ટ્રાફિક ઈમેમો સિસ્ટમે નિયમોનો ભંગ કરનારાઓ પર સકંજો કસવાનું શરૂ કરી દીધુ છે. એવામાં જો તમારા વાહન પર પણ ઈમેમો બાકી હોય, તો તાત્કાલિક તેનો ઓનલાઈન અથવા કોર્ટના માધ્યમથી નિકાલ કરી લો. માર્ગ સુરક્ષા સાથે જોડાયેલી એક જનહિત અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે ઈમેમોની વસૂલાતને લઈને અત્યંત કડક સૂચનો આપ્યા છે. તેમણે પોતાના આદેશમાં જણાવ્યું કે, જે લોકો બેદરકારીથી વાહન ચલાવે છે અને ઈમેમો નથી ભરતા, તેમના ઈમેમોની રકમ તેમના વીજ બિલ સાથે જોડી દેવામાં આવે. વીજળી વગર રહેવું શક્ય નથી, જેનાથી લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે સુધારો આવશે. આ દરમિયાન અદાલતે એ વાત પર પણ ચિંતા વ્યક્ત કરી કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ઈમેમો પેટે લગભગ 45,000 કરોડની વસૂલાત કરવાની છે, પરંતુ અત્યાર સુધી માત્ર 25,000 કરોડ જ વસૂલી શકાયા છે. કોર્ટના જણાવ્યા પ્રમાણે માત્ર ઈમેમો ઈશ્યૂ કરી દેવું પૂરતું નથી, પરંતુ જમીની સ્તર પર કડક પગલાં ભરીને દંડની વાસ્તવિક વસૂલાત સુનિશ્ચિત કરવી તેનાથી વધુ જરૂરી છે.

ઈમેમો ન ભરવા પર થઈ શકે છે આ 4 મોટી કાનૂની અને નાણાકીય મુશ્કેલીઓ

અદાલતી સમન, બિનજામીનપાત્ર વોરંટ અને ધરપકડ

નિશ્ચિત મર્યાદામાં ઈમેમો ન ભરવા પર ટ્રાફિક વિભાગ કેસ ટ્રાફિક કોર્ટમાં મોકલી આપે છે. એવામાં સમન મળ્યા બાદ પણ જો કોઈ વાહન માલિક કોર્ટમાં હાજર ન થાય, તો ગેરહાજરીમાં દંડ ફટકારી શકાય છે. આ ઉપરાંત સતત અવગણના કરવા બદલ જજ બિનજામીનપાત્ર વોરંટ પણ ઈશ્યૂ કરી શકે છે.

ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ અને RC બ્લેકલિસ્ટ

વારંવાર ઈમેમો પેન્ડિંગ રાખવા પર ડ્રાઈવિંગ લાઈસન્સ અસ્થાયી રૂપે સસ્પેન્ડ અથવા કાયમ માટે રદ કરી શકાય છે. આ ઉપરાંત વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) પરિવહન પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે, જેનાથી ગાડી બીજા કોઈના નામે ટ્રાન્સફર થઈ શકશે નહીં.

PUC, RTO અને ઈન્સ્યોરન્સના કામ ઠપ

સુપ્રીમ કોર્ટે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે પેન્ડિંગ ઈમેમોવાળા વાહનો માટે પ્રદૂષણ નિયંત્રણ સર્ટિફિકેટ (PUC) ઈશ્યૂ કરવા પર રોક લગાવવામાં આવે. આ સાથે જ વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, ડુપ્લિકેટ RC અને રિન્યુઅલ પણ અટકાવી દેવાય. આ ઉપરાંત ઈન્સ્યોરન્સ રિન્યૂ કરાવવામાં અને FASTag રિચાર્જમાં પણ ટેકનિકલ મુશ્કેલીઓ આવી શકે છે.

ઓન ધ સ્પોટ વાહન જપ્તી અને રેન્ડમ ચેકિંગ

સડક પર રેન્ડમ ચેકિંગ દરમિયાન જો ટ્રાફિક પોલીસના હેન્ડહેલ્ડ ડિવાઈસમાં તમારા વાહન પર જૂનું પેન્ડિંગ ઈમેમો દેખાશે, તો પોલીસ અધિકારીને સ્થળ પર જ વાહન જપ્ત કરવાનો પૂરો કાનૂની અધિકાર રહેશે.