India

‘બેલેટ પેપરથી ચૂંટણી યોજાય તો...’ રામદાસ અઠાવલેએ કર્યો મોટો દાવો, જાણો શું કહ્યું

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ગુવાહાટીમાં જણાવ્યું કે, જો ચૂંટણી પંચ બેલેટ પેપરથી ચૂંટણી કરાવશે તો ભાજપ તૈયાર છે. તેમણે રાહુલ ગાંધીને જ્ઞાનેશ કુમારને સમજાવવા કહ્યું. આઠવલેએ સ્પષ્ટ કર્યું કે, EVMથી પરિણામ જલ્દી આવે છે, જ્યારે બેલેટ પેપરમાં કલાકો લાગે છે. તેમણે ઉમેર્યું કે, ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંસ્થા છે અને SIRનો નિર્ણય પારદર્શિતા માટે છે, જેનો PM મોદી કે અમિત શાહ સાથે સંબંધ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

‘બેલેટ પેપરથી ચૂંટણી યોજાય તો...’ રામદાસ અઠાવલેએ કર્યો મોટો દાવો, જાણો શું કહ્યું

Ramdas Athawale On EVM Vs Ballot Paper: કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, જો ચૂંટણી પંચ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાનો નિર્ણય લે છે તો તેના માટે અમારી તૈયારી છે. રાહુલ ગાંધી જઈને જ્ઞાનેશ કુમારને સમજાવે કે બેલેટ પેપરથી ચૂંટણી થાય. જો બેલેટ પેપરથી ચૂંટણી થઈ તો અમારી સીટો વધુ આવશે. તેમણે ઉમેર્યું કે બેલેટ પેપરથી ચૂંટણી પછી પરિણામો આવવામાં કલાકો લાગતા હતા, જ્યારે ઈવીએમથી સાંજ સુધીમાં પરિણામો સ્પષ્ટ થઈ જાય છે.

ગુવાહાટીમાં મંગળવારે (29 સપ્ટેમ્બર) કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સંવિધાનમાં ચૂંટણી પંચ એક સ્વતંત્ર વ્યવસ્થા છે. સરકાર સાથે તેનો કોઈ સંબંધ નથી. જ્ઞાનેશ કુમારે SIR નો નિર્ણય એટલા માટે લીધો હતો જેથી પારદર્શક રીતે ચૂંટણી થાય. દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર છે, પરંતુ જો ખોટા કાગળો રજૂ કરીને બાંગ્લાદેશ, પાકિસ્તાન કે શ્રીલંકાનો વ્યક્તિ અહીંનો મતદાર બન્યો હશે, તો તેનું નામ હટાવવા માટે SIR છે.

SIR નો પીએમ મોદી-શાહ સાથે કોઈ સંબંધ નથી: આઠવલે

આઠવલેએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આની સાથે કોઈ સંબંધ નથી. આ નિર્ણય ચૂંટણી પંચનો છે. અમારા મહારાષ્ટ્રમાં પણ SIR થયું હતું. રાહુલ ગાંધીને જ્યારે લોકસભામાં સારી સીટો મળી ત્યારે ઈવીએમ સારું હતું, પરંતુ જ્યારે અમને વધુ ફાયદો થાય છે, ત્યારે ઈવીએમ ખરાબ થઈ જાય છે. કોંગ્રેસ પાર્ટી જ ઈવીએમ મશીન લાવ્યા હતા.

કોકરોચ જનતા પાર્ટી પર શું બોલ્યા?

કોકરોચ જનતા પાર્ટી પર તેમણે કહ્યું કે, અમે તેમના કરતા વધુ એક્ટિવ છીએ. કોકરોચ જનતા પાર્ટી તો હમણાં જ આવી છે. અભિજિત દીપકે અમારા મહારાષ્ટ્રનો રહેવાસી છે. તે બુદ્ધમાં માને છે, અને આંબેડકરવાદી છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈને કોકરોચ જનતા પાર્ટીને સફળતા મળી છે. પરંતુ તેઓ દરેક વ્યક્તિનું રાજીનામું માંગે છે. અત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગી રહ્યા છે.

અભિજિત દીપકેને સલાહ

અભિજિત દીપકેને તેમણે ફરીથી કોકરોચ જનતા પાર્ટીનું નામ બદલવાની સલાહ આપી અને કહ્યું કે, આનું નામ બદલીને 'રાજીનામું જનતા પાર્ટી' કરી દેવું જોઈએ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તમે (અભિજિત દીપકે) કોકરોચ નથી કારણ કે કોકરોચ તો કંઈ કરતા નથી. અમારા સીજેઆઈએ કહ્યું હતું કે, આજના નવ યુવાનો કોકરોચની જેમ આમતેમ ભાગે છે, અને કંઈ કરતા નથી. પરંતુ તમે કરીને બતાવ્યું છે. તમે ઘણા બધા જેનેરેશન-ઝી (Gen-Z) ને જાગૃત કર્યા. નીટ (NEET) પેપર લીક પર મોટું આંદોલન કર્યું અને દેશભરમાંથી તેમને સપોર્ટ મળ્યો.