India

આસામ: લેન્ડિંગ દરમિયાન વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

By GS Team
13 Jun 20261 min read
TukuTouch Logo
IAF jet crashes in Assam's Jorhat: આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પરથી ભારતીય વાયુસેના માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાયુસેનાના એક AN-32 ટ્રાન્સપોર્ટ વિમાનને અકસ્માત નડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આસામ: લેન્ડિંગ દરમિયાન વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

Jorhat Airbase Crash: 5 IAF Personnel Martyred : આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર શનિવારે બનેલી વાયુસેનાના AN-32 ટ્રાન્સપોર્ટ વિમાનની દુર્ઘટનામાં દેશના પાંચ બહાદુર જવાનો શહીદ થયા છે. આ ઘટનામાં કો-પાયલટ જીવિત બચ્યા છે, જેમને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે.

શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ

ભારતીય વાયુસેનાએ શહીદ થયેલા પાંચ જવાનોના નામ જાહેર કર્યા છે:

સ્ક્વોડ્રન લીડર: પ્રશાંત સિંહ

ફ્લાઇટ લેફ્ટનન્ટ: શુભમ કુમાર

સાર્જન્ટ: જિતેન્દ્ર શર્મા

અગ્નિવીરવાયુ: ખેમારામ કુમાવત

અગ્નિવીરવાયુ: દાનિશ આલમ

વાયુસેનાએ શહીદ જવાનોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે આ દુઃખની ઘડીમાં વાયુસેના પરિવાર શહીદોના પરિવારોની સાથે મક્કમતાથી ઊભો છે.

ઘટના કેવી રીતે બની?

પ્રાથમિક અહેવાલો અને વાયુસેનાના નિવેદન મુજબ, વિમાન જોરહાટ એરફિલ્ડ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. લેન્ડિંગ કર્યા બાદ વિમાનમાં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ એરબેઝ પર રહેલી ઇમરજન્સી અને ફાયરફાઇટિંગ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી.

કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

ભારતીય વાયુસેનાએ આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 'કોર્ટ ઓફ ઇન્ક્વાયરી'ના આદેશ આપ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું અને તે કેવી રીતે સર્જાયો, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને અત્યારે તપાસ પ્રક્રિયા ચાલી રહી છે.