India

'હું ઈચ્છતો હતો કે રાહુલ ગાંધીના હાથે અનશન તોડું...', સોનમ વાંગચુકે 20 જુલાઈનો પ્લાન જણાવ્યો

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
NEET પેપર લીક વિરોધમાં પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે 36 દિવસના ઉપવાસ કર્યા. તેઓ રાહુલ ગાંધી દ્વારા ઉપવાસ પૂર્ણ કરાવવા ઈચ્છતા હતા. 20 જુલાઈએ સંસદ માર્ચની યોજના હતી, જ્યાં 1 લાખથી વધુ લોકો ઉમટ્યા. 18 તારીખે તેમને બળજબરીથી ઉપાડી લેવાતા, સરકારના લોકો જ મળ્યા. આથી વાંગચુકને અનિચ્છાએ પારણા કરવા પડ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

'હું ઈચ્છતો હતો કે રાહુલ ગાંધીના હાથે અનશન તોડું...', સોનમ વાંગચુકે 20 જુલાઈનો પ્લાન જણાવ્યો

Sonam Wangchuk Hunger Strike NEET : NEET પેપર લીક વિરોધ અને 'કોકરોચ જનતા પાર્ટી'ના આંદોલનને લઈને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકનું મોટું નિવેદન સામે આવ્યું છે. 36 દિવસ સુધી આમરણાંત ઉપવાસ કરનારા સોનમ વાંગચુક જણાવ્યુ હતું કે તેઓ ઈચ્છતા હતા કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમને જ્યુસ પીવડાવીને સન્માનજનક રીતે તેમનું આમરણાંત ઉપવાસ પૂર્ણ કરાવે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો સત્તાપક્ષ તરફથી કોઈ જવાબ ન મળે તો વિપક્ષ આ મુદ્દાની જવાબદારી લે અને સંસદમાં દેશના યુવાનોનો અવાજ બુલંદ કરે.

20 જુલાઈના સંસદ માર્ચ માટે ઘડાઈ હતી ખાસ યોજના

20 જુલાઈના રોજ યોજાનારા સંસદ માર્ચ અંગે વાંગચુક જણાવ્યુ કે તેમની યોજના ખૂબ જ શાંતિપૂર્ણ હતી. તેમણે વિચાર્યું હતું કે તેઓ વધુ 12 દિવસ આમરણાંત ઉપવાસ લંબાવીને 20 જુલાઈએ સંસદ ભવન જઈ સાંસદોને પોતાનું આવેદનપત્ર સોંપશે. તેમના સહયોગી આશુતોષ અને સૌરભે 10 થી 15 હજાર લોકો આવવાની ધારણા રાખી હતી, પરંતુ માર્ચમાં 1 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. તેમણે ઉમેર્યું કે કોઈ તોડફોડ કે હિંસા કરવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો.

20260829110f.jpg

18 તારીખે બળજબરીથી ઉપાડી લેવાનો આરોપ

સોનમ વાંગચુકના જણાવ્યા મુજબ, તેઓ માત્ર એટલું જ ઈચ્છતા હતા કે સંસદ સુધી પહોંચીને આ મહત્ત્વપૂર્ણ મુદ્દો સાંસદોને સોંપી દેવામાં આવે અને આંદોલનને વિરામ આપવામાં આવે. પરંતુ આ યોજના પૂર્ણ થાય તે પહેલાં જ 18 તારીખે તેમને બળજબરીથી સ્થળ પરથી હટાવી લેવામાં આવ્યા હતા. આ કારણે તેઓ જે રીતે આંદોલન સન્માનજનક રીતે પૂરું કરવા માંગતા હતા તે શક્ય બની શક્યું નહોતું.

અભિજિત દીપકે નું સણસણતું નિવેદન

આ જ મુદ્દા પર એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિજિત દીપકે પણ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે સોનમ વાંગચુક આ આંદોલનનો મુખ્ય ચહેરો હતા અને તેમની બગડતી તંદુરસ્તી અંગે સૌને ચિંતા હતી, છતાં તેઓ આમરણાંત ઉપવાસ છોડવા તૈયાર નહોતા. અભિજિત દીપકે ઉમેર્યું કે બાદમાં તેમને કસ્ટડીમાં લઈ લેવાયા હતા અને માત્ર સરકારના લોકોને જ મળવા દેવાયા હતા. આવી પરિસ્થિતિમાં વાંગચુકને અનિચ્છાએ પોતાના હાથે જ પારણા કરવા પડ્યા હતા.

20260727165f.jpg