તમિલનાડુ વિધાનસભામાં ભારે હોબાળો: વિપક્ષી ધારાસભ્યોને ટિંગાટોળી કરી બહાર કઢાયા! જાણો સમગ્ર વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તમિલનાડુ વિધાનસભામાં મંગળવારે ભારે હોબાળો જોવા મળ્યો હતો. મુખ્ય પ્રધાન વિજય દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરિટી(ED)ના દસ્તાવેજો અને અગાઉના DMK શાસન સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવતા DMK વિધાન સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ વણસતા વિધાનસભાના અધ્યક્ષે વિરોધ કરી રહેલા તમામ DMK વિધાન સભ્યોને ગૃહમાંથી બહાર કાઢવાનો આદેશ આપ્યો હતો.
EDના દસ્તાવેજો અને સરકારી ભંડોળ અંગેના આક્ષેપો
વિવાદની શરૂઆત સોમવારના સત્રમાં મુખ્ય પ્રધાન વિજયના ભાષણથી થઈ હતી. જેમાં તેમણે EDના દસ્તાવેજો ટાંકીને દાવો કર્યો હતો કે અગાઉના DMK શાસન દરમિયાન કોન્ટ્રાક્ટરો પાસેથી 'પાર્ટી ફંડ' તરીકે 7.5થી 10 ટકા સુધીની રકમ વસૂલવામાં આવતી હતી. આ નાણાં મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન ઍન્ડ વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટના કામોમાંથી એકત્રિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે વીરનમ પાણી યોજના અંગે સરકારી આયોગના અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેના પર ગૃહમાં ભારે ચર્ચા જામી હતી. રાજ્યના કાયદા પ્રધાન આર નિર્મલ કુમારે આ નિવેદનોનું સમર્થન કરતાં તેને સત્તાવાર દસ્તાવેજો પર આધારિત ગણાવ્યા હતા.
અધ્યક્ષ દ્વારા વિપક્ષી માંગ ફગાવી દેવાઈ
DMKના વ્હીપ ઈવી વેલુએ આ ટિપ્પણીઓને વિધાનસભાના નિયમોની વિરુદ્ધ ગણાવીને રૅકોર્ડમાંથી હટાવવાની માંગ કરી હતી. જોકે, વિધાનસભાના અધ્યક્ષ જેસીડી પ્રભાકરે આ માંગ ફગાવી દીધી હતી. અધ્યક્ષે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાને માત્ર સાર્વજનિક ક્ષેત્રમાં પહેલેથી જ ઉપલબ્ધ માહિતી અને સરકારી દસ્તાવેજોનો જ ઉલ્લેખ કર્યો છે, તેથી તેમાં કંઈપણ નિયમ વિરુદ્ધ નથી અને રૅકોર્ડમાંથી હટાવવાની કોઈ આવશ્યકતા નથી.
માર્શલો દ્વારા વિધાન સભ્યોને ગૃહમાંથી કાઢવાની કામગીરી
અધ્યક્ષના નિર્ણય છતાં DMK વિધાન સભ્યોએ પોડિયમ પાસે આવીને સૂત્રોસ્ચાર ચાલુ રાખ્યા હતા અને મંજૂરી વગરના પ્લેકાર્ડ્સ દર્શાવ્યા હતા. ગૃહના નેતા કેએ સેંગોટ્ટાઈયનની ભલામણ અને ચેતવણી બાદ પણ જ્યારે વિરોધ શાંત ન થયો, ત્યારે અધ્યક્ષે માર્શલોને આદેશ આપીને તમામ વિરોધ કરનાર DMK વિધાન સભ્યોને ગૃહમાંથી બહાર ખદેડી મૂક્યા હતા. કાર્યવાહી દરમિયાન પણ વિધાન સભ્યોએ સરકાર વિરોધી સૂત્રોસ્ચાર ચાલુ રાખ્યા હતા.




