India

પંજાબમાં ભયાનક અકસ્માત રોડ પર કામ કરી રહેલા 23 શ્રમિકો પર ફરી વળી કાર, 8ના મોત

By GS Team
18 Oct 20262 mins read
TukuTouch Logo
પંજાબના સંગરુર જિલ્લામાં લહેરાગાગા નજીક રવિવારે સાંજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જાખલ રોડ પર ચોટિયાં ગામ પાસે MNREGA હેઠળ કામ કરી રહેલા 23 શ્રમિકોને બેકાબૂ કારે અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં 8 શ્રમિકોના કરુણ મોત થયા છે, જ્યારે અનેક ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે કારચાલકને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંજાબમાં ભયાનક અકસ્માત રોડ પર કામ કરી રહેલા 23 શ્રમિકો પર ફરી વળી કાર, 8ના મોત

Sangrur Road Accident 8 MNREGA Workers Killed : પંજાબના સંગરુર જિલ્લામાં લહેરાગાગા નજીક રવિવારે સાંજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જાખલ રોડ પર ચોટિયાં ગામ પાસે મનરેગા યોજના હેઠળ રસ્તા પર કામ કરી રહેલા શ્રમિકોને ઝડપી ગતિએ આવતી બેકાબૂ કારે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 8 શ્રમિકોનાં મોત થયાં છે, જ્યારે અનેક શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

મનરેગા હેઠળ કામ કરી રહ્યા હતા શ્રમિકો

પ્રાપ્ત વિગતો અનુસાર, રવિવારે સાંજે ચોટિયાં ગામ નજીક જાખલ રોડ પર મનરેગા હેઠળ આશરે 23 શ્રમિકો કામ કરી રહ્યા હતા. તેમાં મહિલાઓ અને પુરુષો બંનેનો સમાવેશ થતો હતો. શ્રમિકો રસ્તાની બાજુમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક ઝડપી ગતિએ આવતી કારે ચાલકનો કાબૂ ગુમાવ્યો હતો અને ત્યાં કામ કરી રહેલા શ્રમિકોને અડફેટે લીધા હતા. કારની ટક્કર એટલી જોરદાર હતી કે શ્રમિકોને બચવા માટે પૂરતો સમય મળ્યો નહોતો.

ઘાયલોને તત્કાલ સારવાર માટે ખસેડાયા

અકસ્મા‌ત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા શ્રમિકોમાં કર્મજીત કૌર, જીવન સિંહ, નિકી, સરબજીત કૌર, રણજીત કૌર, કર્મજીત, રાની કૌર અને દેસ રાજનો સમાવેશ થાય છે.

કારચાલકની ઓળખ માટે પોલીસની તપાસ

સંગરુરના પોલીસ અધિક્ષક પલવિંદર સિંહ ચિમ્માએ જણાવ્યું હતું કે લહેરાગાગા-જાખલ રોડ પર મનરેગા હેઠળ કામ કરી રહેલા શ્રમિકોને બેફામ ગતિએ આવતી કારે અડફેટે લીધા હોવાની જાણકારી મળી હતી. હોસ્પિટલમાંથી પણ કેટલાક લોકોનાં મોત થયાની જાણકારી મળી હતી. અકસ્મા‌ત બાદ પોલીસની ટીમો કારચાલકની ઓળખ કરીને તેની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા છે. રસ્તા પર કામ કરી રહેલા શ્રમિકો સાથે બનેલી આ દુર્ઘટનાને પગલે શ્રમિકોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.