India

ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 7ના મોત, અનેક ઈજાગ્રસ્ત

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં 7 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને પ્રયાગરાજની SRN હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે 2 કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો, જેનાથી લોકોમાં ભય ફેલાયો હતો. પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 7ના મોત, અનેક ઈજાગ્રસ્ત

Kaushambi Firecracker Factory Blast: ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડાની એક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને પ્રયાગરાજની SRN હૉસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા છે. ગંભીર હાલતમાં એક મહિલાને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

વિસ્ફોટનો અવાજ 2 કિલોમીટર સુધી સંભળાયો

વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે લગભગ 2 કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો. બ્લાસ્ટનો અવાજ સાંભળીને લોકો ગભરાઈ ગયા હતા. હાલમાં પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓની ટીમ મામલાની તપાસમાં લાગી ગઈ છે. ફાયર વિભાગની ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

આ ઘટના કૌશામ્બી અને પ્રયાગરાજ બોર્ડર પર આવેલા થાણા પીપરી અને પૂરામુફ્તી વિસ્તારની સીમા પાસે આદિત્ય નામે ચાલતા ફટાકડાના ગોડાઉનની છે. સોમવારે સવારે લગભગ 11 વાગ્યે અહીં એક ભયાનક વિસ્ફોટ થતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે હજુ સુધી તંત્ર તરફથી મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

25થી વધુ લોકોની હાલત અત્યંત ગંભીર

ફટાકડા ફેક્ટરી વિસ્ફોટ કેસમાં મૃતકોની સંખ્યા 15ને પાર પહોંચી શકે છે. 25થી વધુ લોકોની હાલત અત્યંત ગંભીર છે. વિસ્ફોટ બાદ કાટમાળમાં દબાવાના કારણે ઈંટ અને સરિયાથી તેમના શરીર પર ગંભીર ઈજાઓ થઈ છે. હજી પણ ઘણા લોકો કાટમાળ હેઠળ દબાયેલા છે, જેમને JCB વડે ખોદકામ કરીને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.