કર્ણાટકમાં નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ભયાનક ટક્ક, 7 લોકોના દર્દનાક મોત, 2 ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Karnataka Road Accident Uttar Kannada 2026 : કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાંથી એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અહીં ગુરુવારે વહેલી સવારે એક કાર અને લોરી વચ્ચે થયેલી સામસામેની જોરદાર ટક્કરમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત યેલ્લાપુર પોલીસ સ્ટેશનની હદમાં નેશનલ હાઈવે-52 (NH-52) પર અરાબૈલ ઘાટ વિસ્તારમાં બાલાગારા ક્રોસ પાસે રાત્રે અંદાજે 1:30 વાગ્યે સર્જાયો હતો. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર માટે હુબલીની કિમ્સ (KIMS) હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
દર્શનાર્થે જઈ રહેલા તમામ મૃતકો ધારવાડના રહેવાસી
પોલીસ અહેવાલો મુજબ, અકસ્માતનો ભોગ બનેલી એમયુવી (MUV) કારમાં ડ્રાઈવર સહિત કુલ નવ લોકો સવાર હતા. આ તમામ લોકો ધારવાડના રહેવાસી હતા અને ત્યાંથી ધર્મસ્થળ તેમજ ચિકમગલૂરના પ્રવાસે જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની ઓળખ ડ્રાઈવર સંજય અંગડી (33 વર્ષ), બસવરાજ (48 વર્ષ), અભિષેક ઈશ્વર (28 વર્ષ), અક્ષય (26 વર્ષ), અભિષેક (26 વર્ષ) અને મંજુનાથ ચુલાકી (32 વર્ષ) તરીકે થઈ છે.
ડ્રાઈવરની બેદરકારીના કારણે કાળ આંબી ગયો
પ્રાથમિક તપાસ અને ઘાયલ યુવક શિવરાજની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કારનો ડ્રાઈવર સંજીવ ગાડીને અત્યંત પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી રહ્યો હતો. ડ્રાઈવિંગ દરમિયાન તે અચાનક રોડની એકદમ જમણી બાજુએ (રોંગ સાઈડ) જતો રહ્યો હતો. જેના કારણે સામેથી એટલે કે અંકોલા તરફથી આવી રહેલા ટ્રક સાથે કારની સીધી ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે મલ્ટી યુટિલિટી વ્હીકલ (MUV) કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. પોલીસને માહિતી મળી છે કે કારનો ડ્રાઈવર એક ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સાથે પાર્ટ-ટાઈમ ડિલિવરી એક્ઝિક્યુટિવ તરીકે પણ કામ કરતો હતો. ઘટનાની જાણ થતાં જ યેલ્લાપુર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.









