India

'ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે...', દીપકેનો રાહુલ ગાંધીની માગને ટેકો, પોલીસ સામે આરોપ

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
NEET પેપર લીક મામલે દિલ્હીના જંતર મંતર ખાતેના વિરોધ બાદ છત્રપતિ સંભાજીનગર પરત ફરેલા CJPના સ્થાપક અભિજિત દીપકે કેન્દ્ર સરકાર અને અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા. તેમણે 20મી જુલાઈની ઘટના અંગે ગૃહમંત્રીના રાજીનામાની રાહુલ ગાંધીની માંગને સમર્થન આપ્યું. દીપકે લોકશાહી બચાવવા સામાન્ય જનતાને આગળ આવવા હાકલ કરી અને દિલ્હી પોલીસ પર પથ્થરમારાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

'ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે...', દીપકેનો રાહુલ ગાંધીની માગને ટેકો, પોલીસ સામે આરોપ

Abhijit Dipke Supports Rahul Gandh: NEET પેપર લીક મામલે દિલ્હીના જંતર મંતર ખાતે એક મહિનાથી ચાલી રહેલા વિરોધના સમાપન બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકે વતન છત્રપતિ સંભાજીનગર પરત ફર્યા છે. ઘરે પરત ફર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેણે કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી અમિત શાહ સામે આકરા પ્રહારો કર્યા છે.

20મી જુલાઈની ઘટના અંગે ગૃહમંત્રીના રાજીનામાની માગ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની માગને સમર્થન આપતાં અભિજિત દીપકે જણાવ્યું હતું કે, '20મી જુલાઈના રોજ સાંસદ ચલો કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ સામે પોલીસ બળનો ઉપયોગ કરવાનો આદેશ ગૃહમંત્રી અમિત શાહ તરફથી જ આવ્યો હોવો જોઈએ. તેથી તેમણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. જો સરકાર એવું કહી રહી હોય કે આ આંદોલનને બાહ્ય ભંડોળ મળી રહ્યું હતું, તો તે ગૃહમંત્રીની નિષ્ફળતા છે. દેશમાં લોકશાહી ખતરામાં છે અને ન્યાયતંત્ર સહિતની અનેક સંસ્થાઓ પર સવાલો ઊભા થઈ રહ્યા છે.'

'લોકશાહી બચાવવી એ ફક્ત વિપક્ષનું કામ નથી'

લોકશાહી અને બંધારણીય સંસ્થાઓ અંગે ચિંતા વ્યક્ત કરતાં અભિજિત દીપકેએ જણાવ્યું કે, 'રાજકીય પક્ષોને તોડવા માટે ED અને CBIનો જે રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે, તે સ્પષ્ટ દર્શાવે છે કે મુખ્ય સંસ્થાઓ એક વ્યક્તિની સરમુખત્યારશાહીને રોકવામાં નિષ્ફળ ગઈ છે. હવે સામાન્ય જનતાએ પણ લોકશાહી બચાવવા માટે આગળ આવવું પડશે.'

રામદેવના નિવેદન પર પલટવાર

યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા Gen Z પર સંસ્કૃતિને બદનામ કરવાના મુકાયેલા આરોપોનો જવાબ આપતાં તેમણે કહ્યું કે, 'અમે ગાંધીજી અને બાબાસાહેબ આંબેડકરની તસવીરો સાથે બંધારણીય રીતે લડાઈ લડી છે. Gen Zની ચિંતા કરવાને બદલે બાબા રામદેવે પોતાના પતંજલિના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, નહીં તો તેમનો બિઝનેસ ઠપ્પ થઈ જશે.'

દિલ્હી પોલીસ પર પથ્થરમારાનું કાવતરું ઘડવાનો આરોપ

દિલ્હી પોલીસ પર ગંભીર આરોપો લગાવતા અભિજિત દીપકે કહ્યું કે, '19મી અને 20મી જુલાઈની સવારે પોલીસે પથ્થરોથી ભરેલા ટ્રકો જંતર-મંતર પર લાવીને વિરોધ કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓને પથ્થરમારાના ખોટા કેસોમાં ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે કોઈ રાજકીય પક્ષના વોટ્સએપ મેસેજ કે નિર્દેશો પર કામ કરવાને બદલે દેશના બંધારણનું પાલન કરવું જોઈએ.'